- રાજ્યભરમાં કોંગ્રેસ કરશે વિરોધ પ્રદર્શન
- રોજગારી, મોંઘવારી અને ખેડુતોના પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન
- પોંરબંદર, દ્વારકા, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે હોબાળો
દેશની આર્થિક સ્થિતિ અને પ્રવર્તમાન ઉચ્ચસ્તરીય મંદીમાં રોજગારી, મોંઘવારી અને ખેડુતોના પ્રશ્નો દેશભરમાં સળગી રહ્યા છે. આ મુદ્દેને વાચા આપવા કોંગ્રેસ દ્વારા દેશની સાથે સાથે ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યા હતા. રાજ્યાભરમા કોંગ્રેસ કાર્યકરતાઓએ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કર્યા હતા. પ્રજાના વિવિધ પ્રશ્નોને લઇને વિરોધ કર્યો હતો.
પોરબંદરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિએ આ તમામ મુદ્દાને લઇને હોબાળો કર્યો હતો. કોંગ્રેસ પાર્ટીની મહિલાઓએ ડુંગળીના હાર પહેરી વિરોધ કર્યો હતો. દ્વારકામા કોંગ્રેસ સમિતિએ કલેક્ટર કચેરીએ અનોખી રીતે પોતાનો વિરોધ પ્રદશન કર્યો હતો. ખેડૂતોને લાગતા તમામ મુદ્દાઓને ધ્યાને લઇ આંખે પાટા બાંધી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. અરવલ્લી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતું
રોજગારી, મોંઘવારી અને ખેડુતોના પ્રશ્નો મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું. કોંગ્રેસનાં ધારાસભ્યો સહિત અનેક કોંગ્રેસી કાર્યકરો મોટી સંખ્યામાં આ વિરોધમાં જોડાયા હતા. સુરેન્દ્રનગરના અલગ અલગ વિસ્તારોમાંથી કોંગ્રેસના હોદેદારો અને આગેવાનોએ રસ્તા પર પડેલ કચરો ઉપાડી વિરોધ કર્યો હતો. ભાજપ શાષિત નગરપાલિકા દ્વારા કચરાનો નિકાલ ન કરવામાં આવતા રોષ જોવા મળ્યો હતો.
કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં રોજગારી, મોંઘવારી અને ખેડુતોના પ્રશ્નો મુદ્દે વિરોધ કરી ભાજપ સરકાર પર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે, ભાજપની રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્રારા પ્રજા પ્રશ્નોને કોરાણે મુકી અને ઇતર મુદ્દા વારંવાર ઉઠાળી મુખ્ય મુદ્દા પરથી લોકોનું ધ્યાન ભટકાવાની વારંવાર કોશિશ કરવામાં આવી રહી છે. જ્યારે દેશની આર્થિક સ્થિતિ ખેડા જવા પામી છે ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર આ મામલે કોઇ ઠોષ પગલા લેવામાં સદંતર નિષ્ફળ રહેલી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
