ભારત-પાકિસ્તાન વચ્ચેની સુપર 4ની મેચ વરસાદના કારણે રોકાઈ ગઈ છે. રવિવારે આ મેચ પૂર્ણ થઈ શકી ન હતી. ભારેતે પ્રથમ બેટિંગ કરતા 24.1 ઓવર બાદ વરસાદને લીધે મેચ બંધ કરવામાં આવી હતી. ACC પહેલાથી જ આ મેચ માટે રિઝર્વ ડે નક્કી કરી ચૂક્યો હતો. આવી સ્થિતિમાં આજે આ મેચ પૂર્ણ થશે. ચાહકોને આશા છે કે તેઓ ભારત અને પાકિસ્તાન વચ્ચેની આખી મેચનો આનંદ માણી શકશે. મેચ બપોરે 3 વાગ્યે જ શરૂ થઈ શકે છે.
કોલંબોમાં ભારે વરસાદ ચાલુ છે
કોલંબોમાં હજુ પણ ભારે વરસાદ પડી રહ્યો છે. ચાહકો માટે આ ખરાબ સમાચાર છે. આજે પણ ભારત-પાકિસ્તાન વચ્ચેની રમત પર સંકટ તોળાઈ રહ્યું છે. જો મેચ ધોવાઇ જાય તો બંને ટીમોને એક-એક પોઇન્ટ મળશે. રિઝર્વ ડે રાખવાથી કોઈ ફાયદો થશે નહીં. આવી સ્થિતિમાં ભારત-પાકિસ્તાનની મેચ ફરી એક વખત અનિર્ણિત રહે તેવો ખતરો છે. આ બંને ટીમો જ્યારે ગ્રુપ સ્ટેજમાં ટકરાયા ત્યારે પણ તે મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી.
વિરાટ કોહલી મોટી સિદ્ધિ હાંસલ કરશે
વિરાટ કોહલીએ અત્યાર સુધી 278 વનડેની 267 ઇનિંગ્સમાં 12910 રન બનાવ્યા છે. તે 13 હજાર રનના આંકડાથી માત્ર 90 રન દૂર છે. ચાહકોને આશા હશે કે જો આજે મેચ થાય અને વિરાટ બેટિંગ કરવા ઉતરે તો તે સદી ફટકારીને 13 હજાર રનના આંકડાને સ્પર્શી જશે. આવું કરનાર તે ભારતના બીજા અને વિશ્વનો પાંચમાં બેટ્સમેન હશે. તેમના પહેલા સચિન તેંડુલકર (ભારત), કુમાર સંગાકારા (શ્રીલંકા), રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા), સનથ જયસૂર્યા (શ્રીલંકા) વનડેમાં 13 હજારથી વધુ રન બનાવી ચુક્યા છે.
આ પણ વાંચો: India-Pak Match-Rain/ રિઝર્વ ડે પર મેચ ધોવાઈ જશે તો ભારતનું શું થશે, તે જાણો
આ પણ વાંચો: Djokovic-US Open Champion/ મેડવેડેવને હરાવીને 24મું ગ્રાન્ડસ્લામ અને ચોથુ યુ.એસ. ઓપન ટાઇટલ જીતતો યોકોવિચ
આ પણ વાંચો: ભેટ/ પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ બુમરાહને આપી આ કારણથી ખાસ ભેટ,જુઓ વીડિયો
