આઈસીસી રેન્કિંગમાં ન્યૂઝીલેન્ડે ઇંગ્લેન્ડને હટાવીને વનડેમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ચેમ્પિયન ઇંગ્લેન્ડને હટાવીને નંબર વન-1 વનડે ટીમનો ખિતાબ મેળવ્યો છે. ન્યૂઝીલેન્ડને બે સ્થાનનો ફાયદો થયો છે અને તેના કુલ 121 પોઇન્ટ થઇ ગયા છે.

IPL 2021 / BCCI બાકી રહેલી આઈપીએલની મેચો આ સ્ટેડિયમમાં શિફ્ટ કરવાનો લઇ શકે છે નિર્ણય
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) ની નવી ટી-20 રેન્કિંગમાં ભારતે પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે તેણે વનડેમાં એક સ્થાન ગુમાવ્યું છે અને ત્રીજા નંબર પર આવી ગઇ છે. ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડની જગ્યાએ વનડેમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. એક અહેવાલ મુજબ, આ રેન્કિંગ વાર્ષિક અપડેટ બાદ સોમવારે કરવામાં આવી હતી. વનડે રેન્કિંગમાં કિવિ ટીમ ટોચ પર પહોંચી ગઈ છે. ન્યૂઝીલેન્ડે વર્લ્ડ ચેમ્પિયન ઈંગ્લેન્ડને ટોચની પોઝિશનથી દૂર કરીને વર્લ્ડ ચેમ્પિયનમાં ટોચનું સ્થાન મેળવ્યું છે. ન્યૂઝીલેન્ડને બે સ્થાનનો ફાયદો થયો છે અને હવે તેના કુલ 121 પોઇન્ટ છે. નવા અપડેટમાં, મે 2020 પછી રમાયેલી તમામ મેચ 100 ટકા રાખવામાં આવી છે, જ્યારે છેલ્લા બે વર્ષની મેચનાં ગુણ ઘટાડીને 50 ટકા કરી દેવામાં આવ્યા છે. 118 અંક સાથે ઓસ્ટ્રેલિયા બીજા નંબરે છે. ભારત અને ઇંગ્લેન્ડ બંનેનાં 115 છે પરંતુ દશાંશ અંકમાં સારી સ્થિતિને કારણે ભારત ત્રીજા સ્થાને છે. ઈંગ્લેન્ડ હવે ચોથા નંબર પર આવી ગયું છે.
https://twitter.com/ICC/status/1389128706841452551?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1389128706841452551%7Ctwgr%5E%7Ctwcon%5Es1_&ref_url=https%3A%2F%2Fwww.livehindustan.com%2Fcricket%2Fstory-new-zealand-became-no-one-odi-team-in-icc-annual-ranking-team-india-slips-to-third-position-in-50-over-format-australia-take-no-2nd-spot-4010113.html
IPL 2021 / પેટ કમિન્સે મન બદલ્યુ, હવે નહી કરે ‘PM Cares Fund’ માં દાન
દરમિયાન, ઇંગ્લેન્ડે ટી-20 રેન્કિંગમાં પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. ઇંગ્લેન્ડનાં 277 પોઇન્ટ છે જ્યારે ભારત પાંચ રેટિંગ પોઇન્ટ પાછળ છે. ટી-20 રેન્કિંગમાં ન્યૂઝીલેંડને ફાયદો થયો છે. કિવિ ટીમ પાંચમા ક્રમેથી ત્રીજા ક્રમે આવી ગઈ છે. ટીમે આ સમયગાળા દરમિયાન વેસ્ટ ઇન્ડીઝ, પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશને હરાવી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ત્રીજા ક્રમેથી પાંચમા સ્થાને આવી ગઈ છે.શ્રીલંકા અને બાંગ્લાદેશ એક સ્થાનનાં ફાયદ બાદ અનુક્રમે આઠમાં અને નવમાં ક્રમે છે. બે સ્થાન ગુમાવવાનાં કારણે વેસ્ટ ઇન્ડીઝની ટીમ 10 માં ક્રમે છે. ટી-20 રેન્કિંગનાં અપડેટમાં 2017-18 નાં પરિણામોનો સમાવેશ કરવામાં આવ્યો નથી, પરંતુ રેન્કિંગ 2019-20 માં રમાયેલી મેચોને આધારે તૈયાર કરવામાં આવી છે.

