Not Set/ ૧૯૫૮ બાદ પહેલીવાર આ વિશ્વ ચેમ્પિયન દેશ વર્લ્ડકપમાં રમતો જોવા નહિ મળે, જાણો કારણ

રશિયામાં ૨૦૧૮ માં રમનારા ફૂટબોલ વર્લ્ડકપમાં પહેલીવાર કોઈ વિશ્વ ચેમ્પિયન ટીમ રમતી જોવા નહિ મળે. વર્લ્ડકપ પહેલા રમાયેલા ક્વોલીફ્લિંગ મુકાબલામાં ઈટલીની ટીમ સ્વીડન સામે હારી જતા તેની સંપૂર્ણ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ૧૯૫૮ બાદ આ પહેલીવાર હશે ત્યારે ઇટલી ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ છે. આ કારણે ટીમના ખેલાડીઓ તેમજ કરોડો પ્રશંસકો દિલ તૂટી ગયા […]

Sports

રશિયામાં ૨૦૧૮ માં રમનારા ફૂટબોલ વર્લ્ડકપમાં પહેલીવાર કોઈ વિશ્વ ચેમ્પિયન ટીમ રમતી જોવા નહિ મળે. વર્લ્ડકપ પહેલા રમાયેલા ક્વોલીફ્લિંગ મુકાબલામાં ઈટલીની ટીમ સ્વીડન સામે હારી જતા તેની સંપૂર્ણ આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ૧૯૫૮ બાદ આ પહેલીવાર હશે ત્યારે ઇટલી ટીમ વર્લ્ડકપમાંથી બહાર થઇ છે. આ કારણે ટીમના ખેલાડીઓ તેમજ કરોડો પ્રશંસકો દિલ તૂટી ગયા છે.

વર્લ્ડકપ ક્વોલીફાય મુકાબલામાં સ્વીડને ઇટલીને ૧-૦ થી હરાવ્યું હતું. આ જીત બાદ સ્વીડને ૨૦૦૬ પછી વર્લ્ડકપમા રમતી જોવા મળશે, જયારે ઈટલીની હાર બાદ ટીમના ગોલકીપર બફને ફૂટબોલમાંથી સંન્યાસ લઇ લીધો છે.