Not Set/ પતંજલી બાદ હવે શ્રી શ્રી રવિશંકર દેશભરમાં 1000 સ્ટોર ખોલશે.

નવી દિલ્હી, યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડની સફળતા બાદ હવે ઓર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સ્થાપક શ્રીશ્રી રવિશંકર પણ શ્રીશ્રી તત્વ નામથી રીટેલ બજારમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે કંપનીએ આગામી બે વર્ષમાં દેશભરમાં ૧ હજારથી વધુ ફ્રેન્ચાઈઝી સ્ટોર ખોલવાની યોજના તૈયાર કરી છે. શ્રીશ્રી તત્વના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વર્ચસ્વીએ જણાવ્યુ હતું […]

India

નવી દિલ્હી,

યોગ ગુરુ બાબા રામદેવની પતંજલિ બ્રાન્ડની સફળતા બાદ હવે ઓર્ટ ઓફ લીવીંગ સંસ્થાના સ્થાપક શ્રીશ્રી રવિશંકર પણ શ્રીશ્રી તત્વ નામથી રીટેલ બજારમાં એન્ટ્રી મારવાની તૈયારી કરી રહ્યા છે. આ માટે કંપનીએ આગામી બે વર્ષમાં દેશભરમાં ૧ હજારથી વધુ ફ્રેન્ચાઈઝી સ્ટોર ખોલવાની યોજના તૈયાર કરી છે. શ્રીશ્રી તત્વના મેનેજિંગ ડિરેક્ટર અરવિંદ વર્ચસ્વીએ જણાવ્યુ હતું કે, અમારી પ્રોડક્ટ દેશભરમાં ફેલાય તે માટે શ્રીશ્રીના કરોડો સમર્થકો હાજર છે. આ ઉપરાંત વિદેશોમાં પણ શ્રીશ્રીના સમર્થકોમાં અમારી પ્રોડક્ટની ભારે માંગ છે.

વર્ચસ્વીએ જણાવ્યુ હતું કે, શ્રીશ્રીના ત્રણ ફોર્મેટ છે. શ્રીશ્રી તત્વ માર્ટ, શ્રીશ્રી તત્વ વેલનેસ પ્લેસ, શ્રીશ્રી તત્વ હોમ એન્ડ હેલ્થનો સમાવેશ થાય છે. શ્રીશ્રી તત્વ હવે ફ્રેન્ચાઈઝી ઈન્ડિયા નામની સંસ્થા સાથે ભાગીદારી કરીને દેશભરમાં સ્ટોર શરુ કરવાની યોજનામાં છે, આ તમામ પ્રોડક્ટ એ સ્ટોરમાં ઉપલબ્ધ બનશે. શ્રીશ્રી તત્વ હોમ એન્ડ હેલ્થમાં આયુર્વેદિક અને એફએમસીજી પ્રોડક્ટ પણ ઉપલબ્ધ રહેશે. જેમાં આયુર્વેદિક દવાઓ, ખાદ્ય ચીજવસ્તુઓ, ઓર્ગેનાઈક ખાદ્ય પદાર્થો, પર્સનલ કેર પ્રોડક્ટ, હોમ કેર પ્રોડક્ટ અને પુજાની સામગ્રીનો પણ સમાવેશ થાય છે. સાથે જ કંપની ઈન હાઉસ આયુર્વેદીક વૈદ્યની સેવા પણ પુરી પાડશે. મહત્વનુ છે કે આ પહેલા બાબા રામદેવે પતંજલિ નામે રીટેલ માર્કેટમાં સારુ એવુ વર્ચસ્વ ઉભુ કર્યુ છે.  તેમની કંપનીનુ ટર્ન ઓેવર ૧૦ હજાર કરોડને પાર કરી ગયુ છે.