Not Set/ મહારાષ્ટ્ર/ રાજ્યપાલે વધુ સમય ન આપતા શિવસેના SCમાં ઘા નાખશે

શિવસેના મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવા માટે તૈયારી કરી રહી છે. હકીકતમાં, શિવસેનાએ સોમવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે વધુ સમય માંગ્યો હતો, જેને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ના પાડી હતી . શિવસેનાના નેતાઓ કહે છે કે રાજ્યપાલે ભાજપને ત્રણ દિવસનો સમય આપ્યો હતો. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે વરિષ્ઠ એડવોકેટ અને […]

Top Stories India

શિવસેના મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારી વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં જવા માટે તૈયારી કરી રહી છે. હકીકતમાં, શિવસેનાએ સોમવારે મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાનો દાવો કરવા માટે વધુ સમય માંગ્યો હતો, જેને રાજ્યપાલ ભગતસિંહ કોશ્યારીએ ના પાડી હતી . શિવસેનાના નેતાઓ કહે છે કે રાજ્યપાલે ભાજપને ત્રણ દિવસનો સમય આપ્યો હતો. કોંગ્રેસના એક નેતાએ કહ્યું કે વરિષ્ઠ એડવોકેટ અને પૂર્વ મંત્રી કપિલ સિબ્બલને શિર્ષ અદાલતમાં શિવસેનાનું પ્રતિનિધિત્વ કરવા કહેવામાં આવી રહ્યું છે.

જો કે, આપને જણાવી દઇએે કે, હાલ મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે. મહારાષ્ટ્રનાં રાજ્યપાલ દ્વારા મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર દ્વારા આ ભલામણને માન્યતા આપી અને રાષ્ટ્રપતિને મંજૂરી માટે મોકલવામાં આવી હતી. ભલામણ પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ હસ્તાક્ષર કરી દેવામાં આવ્યા છે અને મહારાષ્ટ્રમાં હાલ રાષ્ટ્રપતિ શાસન લાગુ કરી દેવામાં આવ્યું છે, ત્ચારે શિવસેના અને NCP –  કોંગ્રેસ આગળ કયો રસ્તો આપનાવે છે તેની પર સૌની નજર ગળાયેલી રહેશે.

આપને જણાવી દઇએ કે, શિવસેના બાદ રાજ્યપાલ દ્વારા NCPને સરકાર રચના માટે આમંત્રીત કરવામાં આવી હતી. કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શરદ પવાર સાથે મહારાષ્ટ્રના રાજકીય વિકાસ વિશે વાત કરી છે અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેની વધુ વાટાઘાટો માટે એનસીપીના વડાને મળવાની સત્તા આપી છે.

નોંધપાત્ર વાત એ છે કે મહારાષ્ટ્રની 288 સદસ્યોની વિધાનસભામાં શિવસેનાની 56 બેઠકો છે, જ્યારે એનસીપી અને કોંગ્રેસની અનુક્રમે 54 અને 44 બેઠકો છે. રાજ્યમાં સરકાર બનાવવા ઇચ્છુક કોઈપણ પક્ષ કે ગઠબંધનને વિધાનસભામાં બહુમતી સાબિત કરવા માટે ઓછામાં ઓછા 145 ધારાસભ્યોના ટેકાની જરૂર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન