- અમદાવાદ-રાજકોટના ટ્રાફિક જવાનો નહીં વાપરી શકે ફોન
- શહેર પોલીસ કમિશ્નર દ્વારા લેવામાં આવ્યો નિર્ણય
- ફરજ દરમિયાન મોબાઇલ વાપરવા પર પ્રતિબંધ
- ટ્રાફિક બ્રિગેડ શિસ્તતા રાખે તે માટે લેવાયો નિર્ણય
- નિયમ ન માનનાર ટ્રાફિક બ્રિગેડ પર કરાશે કાર્યવાહી
ગજરાત પોલીસ દ્વારા પરિપત્ર જાહેર કરીને મહત્વનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર મુજબ હવેથી અમદાવાદ અને રાજકોટ શહેરોમાં ટ્રાફિક નિયમન કરાવતા ટ્રાફિક બ્રિગેડનાં જવાનો ચાલુ ફરજ દરમિયાન મોબાઇલનો ઉપયોગ નહીં કરી શકે.અને પરિપત્ર વિરૂધ જો ચાલુ ફરજ દરમિયાન મોબાઇલનો ઉપયોગ કરતા ઝડપાશે તો તેમની સામે ગુનાત્મક પગલાઓ પણ લેવામાં આવશે.
પોલીસનાં આ પરિપત્ર અંગે જણાવતા ટ્રાફિક પોલીસનાં વેસ્ટ ઝોનનાં ડીસીપી, અજીત રાજ્યાણે કહ્યું કે, ‘ટ્રાફિકની કામગીરી કરતી વખતે કોઇપણ ટ્રાફિક કર્મી મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરી શકે. ટ્રાફિકની કામગીરી કરી રહેલા હેડ કોન્સ્ટેબલ કે તેમની ઉપરનાં અધિકારીઓ મોબાઇલ વાપરી શકે છે. પરંતુ ટીઆરપી, હોમગાર્ડ, એલઆર અને પોલીસ કોન્સ્ટેબલ ટ્રાફિકની કામગીરી દરમિયાન મોબાઇલો ઉપયોગ નહીં કરી શકે.’
અમદાવાદની સાથે સાથે રાજકોટમાં પણ આવો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ટ્રાફિક વ્યવસ્થાને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. ટ્રાફિક નિયમન કરાવતા ટ્રાફિક બ્રિગેડના જવાનો ચાલુ ફરજ દરમિયાન મોબાઈલનો ઉપયોગ નહીં કરી શકે અને ચાલુ ફરજ દરમિયાન પોતાની પાસે મોબાઇલ રાખી શકશે નહીં. ચાલુ ફરજ દરમ્યાન પોતાનો મોબાઈલ સ્થળ પર હાજર પોતાના ઉચ્ચ અધિકારી પાસે જમા કરાવવાનો રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન
