ગુજરાત વિધાનસભા ચુંટણીને લઇ હાલ રાજ્યભરમાં ધમાસાણ જોવા મળી રહ્યું છે. ત્યારે પાટીદાર આંદોલનના આગેવાન હાર્દિક પટેલનો કથિત સેક્સ વિડીયો સોશિયલ મીડિયામા વાઈરલ થયા બાદ રાજકારણમાં ઘણો ગરમાવો આવ્યો છે. તમામ રાજકીય પાર્ટીઓ વચ્ચે આ મુદ્દે ચાલતા આરોપ-પ્રત્યારોપ બાદ દલિત નેતા જીન્ગેશ મેવાણીએ હાર્દિક પટેલને સમર્થન આપ્યું છે.
જીન્ગેશ મેવાણીએ ટ્વીટ દ્વારા જણાવ્યું, “ભાઈ હાર્દિક, પરેશાન થવાની જરૂરત નથી. હું આપણી સાથે છું. સેક્સ એ મૂળ અધિકાર છે. આ કારણે કોઈને પણ પોતાની ગોપનીયતાને નુકશાન પહોચાડવું એ કોઈનો અધિકાર નથી”.
મહત્વનું છે કે, કથિત વિડીઓ વાઈરલ થયા બાદ હાર્દિક પટેલે આ અંગે પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું કે, “હવે ગંદી રાજનીતિ કરવામાં આવી રહી છે. આ મને બદનામ કરવાનો પ્રયાસ છે, પરંતુ આ કારણે સમગ્ર ગુજરાતની મહિલાઓને બદનામ કરવામાં આવી રહી છે”.
