Delhi News : આમ આદમી પાર્ટીના અત્યાર સુધીના ચૂંટણી પ્રચારની થીમ હતી – વોટ સાથે જેલનો જવાબ. શુક્રવારે બપોરે અરવિંદ કેજરીવાલને સુપ્રીમ કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા પછી, પાર્ટીએ તેની તમામ રિઝોલ્યુશન રેલીઓ રદ કરી દીધી. નવેસરથી ઝુંબેશની તૈયારીઓ ચાલી રહી છે.
11મી મેના રોજ સવારે કેજરીવાલ હનુમાન મંદિર ગયા હતા. તેમણે બપોરે 1 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરી અને ત્યારબાદ દક્ષિણ દિલ્હીમાં રોડ શો માટે રવાના થયા. આગામી 20 દિવસમાં તેઓ દિલ્હી, ગુજરાત, પંજાબ, હરિયાણા જેવા રાજ્યોમાં જોરદાર રેલીઓ કરશે. જ્યાં આમ આદમી પાર્ટી અને ભારત ગઠબંધનની બેઠકો પર ચૂંટણી બાકી છે. કેજરીવાલના જેલમાંથી બહાર આવવાને ભારત ગઠબંધન માટે નૈતિક બૂસ્ટર તરીકે વર્ણવવામાં આવી રહ્યું છે.
સેન્ટર ફોર પોલીસી રિસર્ચના રાજકીય વિશ્લેષક અને ફેલો રાહુલ વર્મા અનુસાર 3 રાજ્યોની જે 18 સીટો પર આમ આદમી પાર્ટીના ઉમેદવાર મેદાનમાં છે તેની છઠા અને સાતમા ચરણમાં ચૂંટણી છે. આ રાજ્યોમાં અત્યારસુધીમાં આપના કેજરીવાલની ધરપકડને એક મુદ્દો બનાવીને લોકો વચ્ચે જઈ રહ્યા હતા. તેનાથી લોકોમાં કેજરીવાલ પ્રત્યે લોકોમાં સહાનુભૂતિ પણ દેખાઈ રહી છે.
હવે તેમનો છુટકારો આમ આદમી પાર્ટીના નેતા અતિશી સત્યની જીત જણાવી રહી છે. હવે બચેલા 21 દિવસોમાં સંભવ છે કે કેજરીવાલ આ 18 સીટો પર પ્રચાર કરીને ચૂંટણીનો માહોલ બદલી શકે છે. જેલમાંથી બહાર આવીને કેજરીવાલ પોતાના ચૂંટણી કેમ્પેઈન માટે શું રીત અપનાવે છે, તે જોવાનું રહ્યું.
રાહુલનું કહેવું છે કે દેશભરના તમામ નેતાઓમાંથી એગ્રેસીવ ચૂંટણી પ્રચાર કરવાના મામલામાં કેજરીવાલ બેસ્ટ છે. જેલ જવાને કારણે તેમની પાસે લોકોની સહાનુભૂતિ મેળવવાનો પણ ખાસ મોકો છે. જેને કારણે બાકી બચેલી 18 સીટો પર તે બીજેપી માટે મોટી મુસ્કેલી ઉભી કરી શકે છે. તેમણે પહેલા જ મોદી સરકારની તાનાશાહી વિરૂધ્ધ વોટ માંગ્યા હતા. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીને તબાહ કરવા માટે એક રાજકીય કાવતરૂ ઘડાયું હતું.
એક સર્વે મુજબ 45 ટકા દિલ્હીના મતદારોને એમ લાગે છે કે કેજરીવાલની ધરપકડથી ચૂંટણી પર અસર પડશે. જ્યારે 35 ટકા મતદારોનું કહેવું છે કે વોટીંગ પર તેની કોઈ અલર નહી થાય. જોકે કેજરીવાલના જેલની બહાર આવ્યા બાદ કેટલી અસર થશે તેને લઈને કોઈ સર્વેનો ડેટા નથી.
આ જ સર્વેમાં ભાગ લેનારા 52 ટકા લોકોએ એમ પણ કહ્યું કે કેજરીવાલના જેલ જવાથી આમ આદમી પાર્ટીને સિમ્પથી વોટ મળી શકે છે.પોલીટિકલ એક્સપર્ટ અમિતાભ તિવારી અનુસાર કેજરીવાલમા બહાર આવવાથી વધુ અસર ફક્ત દિલ્હી અને પંજાબમાં જ જોવા મળશે. આ બન્ને રાજ્યોમાં આપનો બેઝ છે. કેજરીવાલ દિલ્હીમાં સહાનુભૂતિ મેળવશે તો કેટલીક સીટોનો ફાયદો જરૂર મળી શકે છે.
તિવારીનું કહેવું છે કે કેજરીવાલની પોતાના માટે ખૂબ મોટી વિડંબનાની સ્તિતી બનવાની છે. દિલ્હીની સાત સીટો પર આપ અને કોગ્રેસ એલાયન્સમાં છે. મતલબ કેજરીવાલ એલાયન્સ માટે વોટ માંગશે અને બીજેપીને ડાર્ગેટ કરશે, પરંતુ પંજાબમાં આપ એલાયન્સમાં નથી.
પોલીટિકલ એકેસપર્ટ અભયકુમાર દુબે અનુસાર કેજરીવાલના બહાર આવવાથી હવે બીજેપીના કેમ્પેઈન સ્ટ્રેટેજીને પણ ઝટકો લાગી શકે છે. ઈડી અને સીબીઆની એફઆઈઆર થયા બાદ બીજેપી વિપક્ષના નેતાઓને અપરાધી બતાવતી હતી. જનતા વચ્ચે બીજેપી અંદાજે એક વર્ષથી એ નેરેટીવ બનાવી રહી હતી કે વિપક્ષના નેતા ભ્રષ્ટ છે. હવે સુપ્રીમ રોક્ટની ટિપ્પણીઓ અને કેજરીવાલના વચગાળાના જામીન બાદ એ નેરેટીવ હલ્કો પડી શકે છે.
કેજરીવાલના જેલમાંથી બહાર આવવાની જેટલી ખુશી આપના કાર્યકરોમાં છે તેટલી જ ખુશી દિલ્હીમાં કોગ્રેસના કાર્યકર્તાઓમાં જોવા મળી હતી. કોંગ્રેસ પ્રવક્તા પવન ખેડાએ કહ્યું કે અમે કેજરીવાલને વચગાળાના જામીન આપવાના સુપ્રીમ રોર્ટના ફેંસલાનું સ્વાગત કરીએ છીએ. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પાંચ પ્રદેશોમાં 46 સીટો પર ગઠબંધનમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.
અમિતાભ તિવારીનું કહેવું છે કે દિલ્હી અને પંજાબ સિવાય અન્ય રાજ્યોમાં કેજરીવાલના પ્રચાર-પ્રસારનો ઈન્ડિયા ગઠબંધનને ફાયદો મળશે તેની કોઈ ગેરેન્ટી નથી.
તિવારીનું તહેવું છે કે કેજરીવાલ બહાર આવતા દિલ્હીની ચૂંટણી ગેમ બદલાઈ શકે છે. દિલ્હીમાં 36 ટકા સ્વિંગ વોટર્સ છે જે વિધાનસભામાં આપ જ્યારે લોકસભામાં બીજેપી અથવા કોગ્રેસને વોટ આપે છે. કેજરીવાલ આ સ્વિંગ વોટર્સને પોતાની તરફ ખેંચી શકે છે કે નહી તે જોવાનું રહ્યું. જો આ મતદાતા તેમની સાથે જવામાં સફળ રહ્યા તો કેજરીવાલ દિલ્હીમાં બીજેપી માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.
આ પણ વાંચો: મેચ દરમિયાન પ્રેક્ષકો વચ્ચેથી ગ્રાઉન્ડ પર ધસી જનારા યુવકની ધરપકડ
આ પણ વાંચો: પોરબંદર જિલ્લામાં ધો.10નું 74.57 ટકા પરિણામ
