Ahmedabad News : નરેન્દ્ર મોડી સ્ટેડિયમમાં ગઈકાલે રમાયેલી આપીએલની ક્રિકેટ મેચ દરમિયાન ગેરકાયદે ગ્રાઉન્ડ પર ધસી જનારા યુવકની ચાંદખેડા પોલીસે ધરપકડ કરી છે.
આ બનાવની વિગત મુજબ 10 મે 2024 ના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આપીએલની ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ વચ્ચે મુકાબલો હતો.
દરમિયાન સેકન્ડ ઈનીંગમાં ચેન્નાઈ સુપર કિંગની બેટિંગ દરમિયાન મહેન્દ્ર ધોની બેટીંગ કરી રહ્યો હતો. અંદાજે 11 .25 વાગ્યે એક શખ્સ લોઅર બાઉલ ડી બ્લોકમાંથી પ્રેક્ષકો વચ્ચેથી નોર્થ બ્લોક બાજુની સાઈડ સ્ક્રિન તરફ જાળીના અંદરના ભાગેથી કૂદીને સાઈડ સ્ક્રિન તરફ કૂદકો મારી એલઈડી વાળી બાઉન્ડ્રી વોલ કૂંદીને ગ્રાઉન્ડ પર પીચ તરફ દોડ્યો હતો.
તે સમયે પોલીસે તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો. પુછપરછમાં તેણે તેનું નામ જયકુમાર ભરતભાઈ જાની (21) અને તે ભાવનગરનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું.
વધુમાં તેણે જણાવ્યું હતું કે ધોનીનો ચાહક છે અને ધોનીને મળવાની ઈચ્છા હોવાથી જાળી કૂદીને ગ્રાઉન્ડમાં પહોંચી ગયો હતો.
જય તેના ભાઈ પાર્થ સાથે ભાવનગરથી મેચ જોવા અમદાવાદ આવ્યો હોવાનું જણાવ્યું હતું. તેના ભાઈ પાર્થના મોબાઈલથી તેમમે ઓનલીન ટિકીટ બુક કરાવી હોવાનું કહ્યું હતું.
ચાંદખેડા પોલીસે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ થયું જાહેર
આ પણ વાંચોઃ ગુજરાતમાં રાજકોટ જિલ્લાનું 85 ટકા પરિણામ
આ પણ વાંચોઃ ગુજરાતમાં ભાવનગર જિલ્લાનું 84.61 ટકા પરિણામ
આ પણ વાંચોઃ જામનગરમાં ધો.10નું 82.32 ટકા પરિણામ