1 વર્ષથી સોના-ચાંદીના ભાવમાં સતત વધારો થતો હોવાથી તહેવારમાં નહિવત વેચાણની વેપારીઓને ચિંતા હતી પરંતુ શનિવારે બપોર પછી ખરીદી નીકળતાં વેપારીઓ ખુશ થઈ ગયા હતા. અમદાવાદ જ્વેલર્સ ઍસોસિયેશનના આંકડા પ્રમાણે અમદાવાદમાં 70 કિલો સોનું અને 1 હજાર કિલો ચાંદીનું વેચાણ થયું છે. ગયા વર્ષે 35 કિલો સોનું વેચાયું હતું એના કરતાં આ વર્ષે બેગણું વેચાણ થયું છે.
આ વર્ષે સોના-ચાંદીના ભાવમાં રૂ. 50 હજારનો વધારો થયો છે
ગત વર્ષે ચાંદી રૂ.1,02,000 અને 24 કરેટે 10 ગ્રામ સોનાના રૂ. 81,350ના ભાવ વચ્ચે ધનતેરસના દિવસે શહેરમાં 35 કિલો સોનું અને 1 હજાર કિલો ચાંદીનું વેચાણ થયું હતું. જ્યારે આ વર્ષે ચાંદી પ્રતિ કિલો રૂ. 1.57 લાખ અને સોનું 24 કેરેટ 10 ગ્રામના 1.32 લાખ થઇ ગયું છે. આમ 1 વર્ષમાં ચાંદીમાં 55 હજાર અને સોનામાં રૂ. 50 હજારનું વળતર મળ્યું છે.
ગત વર્ષ કરતા આ વર્ષે ધનતેરસે સોનું વધારે વેચાયું
ગત વર્ષે 35 કિલો સોનું વેચાયું હતું. આ સામે આ વર્ષે 70 કિલો સોનું વેચાયું છે. ગત વર્ષની સરખામણીએ 35 કિલો સોનાનું વધારે વેચાણ થયું છે. આ વર્ષે રૂ.92 કરોડનું સોનું અને 17.60 કરોડની ચાંદીનું વેચાણ થયું છે.
આ પણ વાંચો: Ahmedabad News/મેટ્રોનું સમયપત્રક દિવાળીના દિવસે બદલાશે:સાંજે 7 વાગ્યા સુધી ચાલશે ટ્રેન
આ પણ વાંચો: Ahmedabad News/દિવાળી તહેવારની એક્સ્ટ્રા બસ સંચાલનના મોનીટરીંગ માટે નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગીતા મંદિર બસ સ્ટેશનની મુલાકાત લીધી
આ પણ વાંચો: Ahmedabad News/અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બિલ્ડરોનું કૌભાંડ ઝડપાયું
