Ahmedabad News : અમદાવાદના પૂર્વ વિસ્તારમાં બિલ્ડરોનું કૌભાંડ ઝડપાયું છે. જેમાં કલેક્ટર અને AMCના આદેશ બાદ પણ નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. ઉપરાંત રજાચિઠ્ઠી સ્થગિત (સસ્પેન્ડ) કરવા છતાં સાઇટ પર કામકાજ યથાવત હતું. આ દ્રશ્યો મંતવ્ય ન્યુઝના કેમેરામાં કેદ થયા હતા.
આ કૌભાંડ ખોટા દસ્તાવેજના આધારે કરવામાં આવ્યું હતું. આ કૌભાંડ જમીન માલિક અને બિલ્ડર્સ દ્વારા આચરવામાં આવ્યું હતું. જેમાં એટલાન્ટિસ બિલ્ડિંગમાં ગેરરીતિ ધ્યાન પર આવતા કાર્યવાહી કરવામાં આવી હતી. કલેક્ટરના આદેશ બાદ કોર્પોરેશનના પૂર્વ ઝોન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. એટલાન્ટિસ સાઇટની રજા ચિઠ્ઠી સ્થગિત કરવામાં આવી
ખોડિયાર બિલ્ડર્સ દ્વારા કલેક્ટર અને AMCના આદેશનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હતું. તપાસમાં આદેશ માત્ર કાગળ ઉપર જ હોવાનું સામે આવ્યું હતું. આખરે આ આદેશનું ક્યારે કરાવવામાં આવશે પાલન ? અધિકારીઓ નિદ્રાધીન કે પછી બિલ્ડર્સ સાથે મિલીભગતના સંકેત ? જેવા પ્રશ્નો આ કૌભાંડને લઈને ઉભા થયા છે.
આ પણ વાંચો:રાજકોટના કાંગશીયાળી ગામે ડુપ્લીકેટ દવાની ફેક્ટરીમાં દરોડા
આ પણ વાંચોરાજકોટના ઘંટેશ્વર વિસ્તાર પાસે ચડ્ડી-બનિયાનધારી ટોળકી ચોરી કરી પલાયન થઇ
આ પણ વાંચો:શું તમે પણ મીઠાઈ ખાવાના શોખીન છો તો સાવધાન ! રાજકોટમાં મળી આવ્યું જીવાત વાળું સ્વીટ
