Food Lifestyle: સવારમાં ઉઠીને તરત પાણી પીવું એ લાઈફસ્ટાઇલ એક સ્વસ્થ આદત છે. દિવસની શરુઆત નવશેકા પાણીથી કરવાની સલાહ આપણને નિષ્ણાંત દ્વારા આપવામાં આવે છે. પરંતુ, જરુરિયાતથી વધારે પાણી પીવાથી સવાર સવારમાં કિડની પર પ્રેશર પણ પડી શકે છે. તો ચાલો, હવે જાણીશું કે સવારે કેટલું પાણી પીવું જોઇએ?
કિડની સુચારુ રીતે કાર્ય કરી શકે તે માટે પાણી અત્યંત આવશ્યક છે. સારી એવી માત્રામાં પાણી પીવાથી શરીરમાં જમા ટૉક્સિન્સ (ઝેરી પદાર્થો) બહાર નીકળી જાય છે અને કિડનીને ફિલ્ટરિંગમાં વધુ મહેનત કરવી પડતી નથી. આથી આખા દિવસ દરમિયાન તમારે 3 લીટર પાણી પીવું જ જોઇએ. પાણી ઉપરાંત અન્ય પીણાંને પણ તમે તમારા ડાયૅટમાં સામેલ કરી શકો છો. સવારમાં ઉઠીને નવશેકું પાણી પીવું એ સૌથી શ્રેષ્ઠ રીત છે, જેને સ્વાસ્થ્ય માટે ઉચિત માનવામાં આવે છે, પરંતુ એકી સાથે ખૂબ વધારે માત્રામાં પાણી પીવું એ કિડની માટે જરાય યોગ્ય નથી. આવું કરવાથી કિડની પર પ્રેશર પડી શકે છે.
ઘણી વખત તમે જોયું હશે, સવારે ઉઠતાવેંત કેટલાય લોકો 1 થી 2 બોટલ પાણી એકી સાથે ગટગટાવી જાય છે. ડૉક્ટર્સના મતે, આવી ટેવ ધરાવવી જરાય યોગ્ય નથી. સવાર-સવારમાં, એકી સાથે આટલી માત્રામાં પાણી પીવાથી આપણી બંને કિડનીઓ પર દબાણ પડવા લાગે છે. તો ચાલો, ડૉક્ટર પાસેથી જાણીએ, કિડનીને સ્વસ્થ રાખવા માટે સવારે કેટલું પાણી પીવું જોઇએ? સમગ્ર દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઇએ? તથા સવારે ઉઠીને કેટલા ગ્લાસ પાણી પીવું જોઇએ?
સવારે કેટલું પાણી પીવું જોઇએ?
ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, એકી સાથે ખૂબ વધારે માત્રામાં પાણી પીવું એ શરીર માટે જરાય યોગ્ય નથી. આવું કરવાથી કિડની પર પ્રેશર પડી શકે છે. આનાથી કિડનીને ફાયદાને બદલે ઊલટાનું નુકસાન થઇ શકે છે. વ્યક્તિએ દિવસની શરુઆત 1 થી 2 ગ્લાસ નવશેકું પાણી પીને કરવી જોઇએ. આવું કરવાથી શરીરને સૌથી વધારે ફાયદો મળશે. તબીબી સલાહ અનુસાર, એકી સાથે વધારે પાણી પીવાનું આપણે સૌએ ટાળવું જોઇએ.
કિડની માટે કેટલું પાણી પીવું જોઇએ?
કિડનીને સ્વસ્થ રાખવા માટે ફક્ત સારો ખોરાક અને પાણી જ પર્યાપ્ત છે. આખા દિવસ દરમિયાન તમારે 3 લીટર પાણી ચોક્કસપણે પીવું જ જોઇએ. આમ કરવાથી શરીરમાં જમા વિષયુક્ત પદાર્થો (ટૉક્સિન્સ)ને કિડની સરળતાપૂર્વક ફિલ્ટર કરી શકે છે, જેથી પાણીનું ધ્યાન અવશ્ય રાખવું જોઇએ. કેટલાક લોકો ઍરકન્ડિશનવાળી ઑફિસમાં બેસીને પાણી પીવાનું જ ભૂલી જાય છે કે પછી શરીર માટે જરુર હોય એનાથી ઓછું પાણી પીએ છે.
તમે જરુરિયાત કરતા ઓછું પાણી પીઓ છો કે કેમ, એ બાબતની ચકાસણી તમારા પેશાબ પરથી સ્વયં કરી શકો છો. જો દિવસ દરમિયાન તમારું શરીર પર્યાપ્ત માત્રામાં, અંદાજે 2 લીટરની આસપાસ યૂરિનનું ઉત્સર્જન કરતું હોય, તો એનો મતલબ એ છે કે તમે યોગ્ય માત્રામાં પાણી પીવો છો.
પાણી પીવાની યોગ્ય રીત
આખા દિવસ દરમિયાન ધારો કે તમે કુલ 3 લિટર પાણી પીવાના છો, તો એને અમુક ભાગોમાં વહેંચીને પીવું ઉચિત છે. જેમ કે, સવારે ઉઠીને 2 ગ્લાસ પાણી પીઓ. સમયાંતરે, દરેક ભોજનના અડઘા કલાક અગાઉ 1-1 ગ્લાસ પાણી પીઓ. જમ્યા બાદ, અડધા કલાકે 1 ગ્લાસ પાણી પીઓ. આ ઉપરાંત, રાત્રે સૂતાં પહેલાં 1 ગ્લાસ નવશેકું પાણી અચૂક પીવું. હવે જો તમે ફિલ્ડમાં, ગરમ વાતાવરણવાળા સ્થળે કાર્યરત છો કે ખૂબ પરસેવો નીતરે એવા કોઇ શારીરિક શ્રમના કાર્ય સાથે જોડાયેલા છો, તો પાણીની માત્રા બેશક વધારી શકો છો.
આ પણ વાંચો:
આ પણ વાંચો:આ 5 ખોરાક ખાવાથી તમે અજાણતાં તણાવમાં વધારો કરો છો, જોણો ક્યા છે આ ખોરાક
આ પણ વાંચો:
