#healthylifestyle/  કિડની કેન્સરના આ 5 પ્રારંભિક સંકેતો જે દેખાતા નથી, ઍક્સપર્ટ પાસેથી જાણીએ કારણ, લક્ષણ અને ઈલાજ

આ બિમારી દરમિયાન કંઈ કેટલાક  લોકો જીવ પણ ગુમાવે છે. એવામાં તેની અવગણના કરવી ભારે પડી શકે છે. કેટલીક વાર એવું બને છે કે લોકોને આ બિમારીની જાણ મોડેથી થાય છે, કેમ કે તેના લક્ષણો સ્પષ્ટ જણાતા નથી.

Health & Fitness Trending Lifestyle

kidney Cancer: કિડની કેન્સર કોઈ સામાન્ય બિમારી નથી. આ બિમારી દરમિયાન કંઈ કેટલાક  લોકો જીવ પણ ગુમાવે છે. એવામાં તેની અવગણના કરવી ભારે પડી શકે છે. કેટલીક વાર એવું બને છે કે લોકોને આ બિમારીની જાણ મોડેથી થાય છે, કેમ કે તેના લક્ષણો સ્પષ્ટ જણાતા નથી. આને કારણે લોકોનો  સમયસર ઈલાજ શક્ય  નથી બનતો. આથી જ આ બિમારીને સાઇલેન્ટ કિલર પણ કહેવાય છે. કિડની ટ્યુમર ચૂપચાપ અને ધીમે-ધીમે શરીરમાં ફેલાય છે, તથા એની જાણ મોડેથી થાય છે. ત્યાં સુધીમાં તો એ શરીરની અંદર કેટલાય અંગોમાં ફેલાઈ ચૂક્યું હોય છે અને એનો ઈલાજ પણ કઠિન થઈ જાય છે. આવો જાણીએ ઍક્સપર્ટ શું કહે છે?

શું કહે છે ઍક્સપર્ટ?

કિડની કેન્સરના લક્ષણોમાં સામાન્ય રીતે ગાંઠમાં વધારો થાય છે. કેટલીક વાર તે રક્તસ્ત્રાવ, મેટાસ્ટેટિક બિમારી અથવા તો પેરાનિયોપ્લાસ્ટિક સિન્ડ્રોમ ના કારણે પણ વધી શકે છે. એવામાં કહી શકાય કે કેન્સરનું કારણ શરીરમાં ઉદ્ભવનારા સંકેતોનો એક સમૂહ હોય છે, પરંતુ આ સીધેસીધું કેન્સરને લીધે નહીં, પરંતુ ટ્યુમર દ્વારા નીકળનારા અથવા ટ્યુમરની વિરુધ્ધ બદલાયેલી શારીરિક ઈમ્યુન પ્રતિક્રયાને કારણે પણ થઈ શકે છે.

કિ઼ડની કેન્સરના કયા હોય છે લક્ષણો?

અચાનક વજન ધટવું.

રાત્રે પરસેવો વળવો.

વારંવાર તાવ આવવો.

સતત ઉધરસ રહે વી.

શરીરના અંગોમાં તથા હાડકાંમાં દુ:ખાવો રહેવો.

અત્યંત થાક લાગવો.

શું છે આનો ઈલાજ?

1. સમયાંતરે પેશાબની તપાસ કરાવવી.

2.અલ્ટ્રાસાઉન્ડ તથા આવશ્યકતા જણાય તો સીટી સ્કેન અવશ્ય કરાવવો.

3. ઈલાજ દરમિયાન, મોટાભાગના કિસ્સાઓમાં કિડની અથવા તેનો એ હિસ્સો કાઢવો પડે છે જે ખરાબ થઈ ચૂકેલો હોય છે.

4. આ ઉપરાંત, કેટલાક કિસ્સાઓમાં દવાઓ તથા ઈમ્યુનોથેરાપી દ્વારા ઈલાજ કરવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમાન્સ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, સંબંધ નહીં તૂટે

આ પણ વાંચો:ભારતમાં ‘સાયલન્ટ સોલ્ટ એપિડેમિક’! વધુ મીઠાનું સેવન કરવાથી વધી રહ્યું છે રોગોનું જોખમ 

આ પણ વાંચો:ગૅસના કારણે માથું દુ:ખે છે? આ કામ કરવાથી મળશે ત્વરિત આરામ, ફરીવાર માથે નહિ ચઢી જાય ગૅસ