Entertainment News:બોની કપૂરની દીકરી જાહ્નવી કપૂરે (Janhvi Kapoor) થોડા જ સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી લીધી છે. જાહ્નવી પોતાની કારકિર્દીમાં ખૂબ સારું પ્રદર્શન કરી રહી છે. ફિલ્મો ઉપરાંત, તે ફેશન સેન્સ માટે પણ લાઈમલાઇટમાં રહે છે.

જાહ્નવીએ (Janhvi Kapoor) હવે તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલાક સુપર-સિઝલિંગ ફોટા શેર કર્યા છે, જેના પરથી તેની નજર હટાવવી મુશ્કેલ છે.

જાહ્નવી સફેદ ફ્લોય બેકલેસ ડ્રેસમાં અદભુત દેખાતી હતી. તેને સ્ટેટમેન્ટ ઇયરિંગ્સ અને મેસ્સી બન સાથે પોતાનો લુક પૂર્ણ કર્યો.

જાહ્નવીએ મસ્કરા, બ્લશ અને ન્યૂડ પિંક લિપસ્ટિકના ટચ સાથે પોતાનો મેકઅપ ન્યુડ અને લાઇટ રાખ્યો.

આ બેકલેસ ડ્રેસમાં જાહ્નવી (Janhvi Kapoor) કોઈ સ્ટારથી ઓછી દેખાતી નહોતી. આ આકર્ષક લુકમાં, તે ક્યારેક ફ્લોર પર બેઠી હોય ત્યારે તો ક્યારેક પોતાની સ્ટાઇલ ફ્લોન્ટ કરતી હોય ત્યારે પોઝ આપતી હતી.

જાહ્નવીનો (Janhvi Kapoor) લુક, એક્સપ્રેશન અને સ્ટાઇલ બધું જ ધ્યાન તેની તરફ ખેંચે છે. ચાહકો તેની સુંદરતા પર મોહિત થઈ રહ્યા છે.

જાહ્નવીની (Janhvi Kapoor) ફેન ફોલોઈંગ
ચાહકો કમેંટ બોક્સમાં જાહ્નવીની (Janhvi Kapoor) પ્રશંસા કરવાનું બંધ નથી કરી શકતા. તેઓ તેને ખૂબસૂરત, સ્ટાર અને એક સ્વર્ગીય અપ્સરા કહી રહ્યા છે.

એમ કહેવું પડે કે જાહ્નવીનું સ્ટાઇલ સ્ટેટમેન્ટ હંમેશા સુપર સ્ટનિંગ હોય છે. તે બોલીવુડની સૌથી ગ્લેમરસ અભિનેત્રીઓમાંની એક છે. તેને તેના ચાહકો તરફથી પણ ઘણો પ્રેમ મળે છે.
આ પણ વાંચો:જાહ્નવી કપૂરના નામ પર ફિલ્મે કરી કરોડોની કમાણી, ‘દેવરા’માં શું રોલ છે અભિનેત્રીનો?
આ પણ વાંચો:રિયાલિટી શોમાં જાહ્નવી કપૂરને આવ્યો ‘પેનિક એટેક’,અભિનેત્રી ખરાબ રીતે લાગી રડવા
