Lifestyle/ ગૅસના કારણે માથું દુ:ખે છે? આ કામ કરવાથી મળશે ત્વરિત આરામ, ફરીવાર માથે નહિ ચઢી જાય ગૅસ

આજે અનહૅલ્ધી લાઇફસ્ટાઇલ તથા ખાણી-પીણીની કુટેવોના કારણે મોટાભાગના લોકોને ગૅસ અને ઍસિડિટીની તકલીફો અવારનવાર થાય છે. પરંતુ, કેટલીક વાર આ ગૅસ ફક્ત પેટ સુધી જ સીમિત ન રહેતાં માથાના દુ:ખાવાનું કારણ પણ બની શકે છે. કેટલાય લોકોની એવી ફરીયાદ હોય છે કે ગૅસની સમસ્યા ઉદ્ભવે, ત્યારે એમનું માથું અસહ્ય દુ:ખે છે. વળી, આ પીડા સામાન્યત: થનારા માથાના દુ:ખાવાથી અનેકગણી વધુ તીવ્ર હોય છે.

Tips & Tricks Health & Fitness Trending Lifestyle

Lifestyle: કેટલાય લોકોની એવી ફરીયાદ હોય છે કે ગૅસની સમસ્યા થાય ત્યારે તેમનું માથું અસહ્ય દુ:ખે છે. વળી, આ દર્દની માત્રા માથાના સામાન્ય દુ:ખાવાથી અનેકગણી તીવ્ર હોય છે.

આજે અનહૅલ્ધી લાઇફસ્ટાઇલ તથા ખાણી-પીણીની કુટેવોના કારણે મોટાભાગના લોકોને ગૅસ અને ઍસિડિટીની તકલીફો અવારનવાર થાય છે. પરંતુ, કેટલીક વાર આ ગૅસ ફક્ત પેટ સુધી જ સીમિત ન રહેતાં માથાના દુ:ખાવાનું કારણ પણ બની શકે છે. કેટલાય લોકોની એવી ફરીયાદ હોય છે કે ગૅસની સમસ્યા ઉદ્ભવે, ત્યારે એમનું માથું અસહ્ય દુ:ખે છે. વળી, આ પીડા સામાન્યત: થનારા માથાના દુ:ખાવાથી અનેકગણી વધુ તીવ્ર હોય છે. જો તમે પણ આવી કોઇ સમસ્યાથી ત્રસ્ત છો, તો આ આર્ટિેકલ તમને મદદરૂપ થઇ શકે છે. હવે તમને એ જણાવીશું, કે આનાથી રાહત મેળવવાનો અસરકારક ઉપાય શો છે?

સૌપ્રથમ એ જાણી લઇએ કે આખરે પેટમાં ગૅસ થવાથી માથું શા માટે દુ:ખવા લાગે છે?

હૅલ્થલાઇનના એક રિપોર્ટ મુજબ, જ્યારે પેટમાં વધારેપડતો ગૅસ બને છે, ત્યારે એ ડાયાફ્રામ(ફેફસાની નીચેની માંસપેશી) પર દબાણ ઉત્પન્ન કરે છે. આ દબાણ શરીરના બ્લડ સર્ક્યુલેશનને અસર કરે છે. આના પરિણામે, માથું જાણે કે ફાટ-ફાટ થતું હોય એવું અસહ્ય દુ:ખે છે. કેટલાક લોકોને તો ગૅસની સાથોસાથ ચક્કર આવવા, જીવ ચૂંથાવો અને થાક પણ લાગે છે.

ગૅસથી માથું દુ:ખે તો શું કરવું?

નંબર 1- ઠંડો શેક
જો તમને માથાનો અસહ્ય દુ:ખાવો છે, તો એક સાફ કપડામાં બરફ મૂકીને અથવા તો આઇસ પૅક માથે રાખીને તમે રાહત મેળવી શકો છો. આ ઘરેલું ઉપાયો થી મગજની નસોને ઠંડક મળે છે અને પરિણામસ્વરૂપ, માથાના દુ:ખાવામાં રાહત થાચ છે.

નંબર 2- પાણી પીવું
જો તમને ગૅસના લીધે માથામાં દુ:ખાવો થઇ રહ્યો છે, તો સૌથી પહેલાં ઘણુ બધું પાણી પી લો. ઉત્તમ પરિણામો માટે તમે લીંબુ પાણી અથવા નારિયેળ પાણી પણ પી શકો છો. એનાથી શરીર હાઇડ્રેટેડ બને છે તથા માથાનો દુ:ખાવો ઓછો થાય છે.

નંબર 3- હિંગ
એક ચપટી હિંગને નવશેકા પાણીમાં મિક્સ કરીને પી લો. હિંગ ગૅસને બહાર કાઢવામાં મદદ કરે છે અને માથાના દુ:ખાવામાં રાહત આપે છે.

નંબર 4- તુલસીની ચા
તુલસીના પાનને ઉકાળીને ચા બનાવો અને એ હળવી ગરમ હોય ત્યારે પીઓ.

નંબર 5- ઊંડા શ્વાસ લો અને આરામ કરો
શાંતિપૂર્વક, કોઇ એકાંત ઓરડામાં અંધારુ કરીને સૂઇ જાઓ. ઊંડા શ્વાસ લો અને થોડી વાર આંખો મીંચીને આરામ કરો. આમ કરવાથી મગજ રાહત અનુભવે છે અને માથાના દુ:ખાવામાં ત્વરિત આરામ મળે છે.

આ બાબતોનું ધ્યાન રાખો

જો તમને વારંવાર, થોડા-થોડા દિવસના અંતરે આ સમસ્યા સતાવતી હોય અને તમે એનાથી છૂટવાનો કોઇ માર્ગ શોધી રહ્યાં છો, તો સૌથી પહેલાં તો તમારે વધુપડતો તળેલો કે મસાલેદાર આહાર ખાવાનું સદંતર ટાળવું જોઇએ.

હંમેશાં સમયસર ભોજન કરવું અને ખોરાક ચાવી-ચાવીને ખાવો.

લાંબો સમય ભૂખ્યા રહેવું નહિ.

દરરોજ હળવો વ્યાયામ અથવા યોગ કરવો.

આ ઉપરાંત, રાત્રે વહેલાં સૂવાની તથા પૂરતી ઊંઘ લેવાની ટેવ પાડવી.

આવી નાની-નાની બાબતોનું ધ્યાન રાખીને તમે ફક્ત ગૅસ અને એને લીધે થનારા માથાના દુ:ખાવાથી ત્વરિત રાહત મેળવી શકો છે એટલું જ નહિ, પરંતુ એને ફરીવાર થવાથી પણ રોકી શકો છો. જો કે, તમે વારંવાર આ સમસ્યાથી પિડાઇ રહ્યાં છો કે માથાનો દુ:ખાવો બહુ તીવ્ર માત્રામાં છે, તો પછી ડૉક્ટરની સલાહ લેવી તમારા માટે અત્યંત આવશ્યક છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રોમાન્સ દરમિયાન આ વાતોનું ધ્યાન રાખો, સંબંધ નહીં તૂટે

આ પણ વાંચો:શું તમે છોકરીઓનું દિલ જીતવા માંગો છો? તમે એ ખાસિયત ધરાવો છો………

આ પણ વાંચો:યુગલોએ લગ્ન પહેલા પૂછવા માટેના પ્રશ્નો, લગ્નજીવન થઈ જશે સરળ