નાણાકીય વર્ષ 2018ના ત્રણ ક્વાર્ટર દરમિયાન શેરબજારમાં રોકાણકારોએ દર્શનીય રિટર્ન મેળવ્યું છે. પરંતુ નોકરી ઈચ્છુકો માટે આ વર્ષ એટલું સારું નથી રહ્યું, કારણ કે જોબ ગ્રોથ ત્રણ વર્ષના તળિયે ગયો છે.
એક રિપોર્ટ મુજબ જોબ ગ્રોથ આ વર્ષે 3.3 ટકા રહ્યો હતો. જે ગયા બે વર્ષની સરખામણીમાં સૌથી ઓછો છે. પરંતુ વેતન વૃદ્ધિ મામલે આ વર્ષ છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં સૌથી વધારે રહ્યું છે.

જણાવી દઈએ કે, આઇટી અને પબ્લિક ફાયનાન્સ કંપનીઓ નોકરી આપવામાં 21.6 ટકા અને 16.6 ટકા સાથે સૌથી અગ્રેસર રહી છે. નોન બેન્કિંગ ફાયનાન્શીયલ કંપનીઓ જોબ ગ્રોથમાં બીજા નંબર પર રહી હતી.
