Gujarat News: ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર વધી રહ્યો છે. રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો આંકડો 140એ પંહોચ્યો. રાજકોટમાં ચાંદીપુરા વાયરસે વધુ એક બાળકીનો ભોગ લીધો. રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી 58 શંકાસ્પદ મોત થયા. જયારે 25 દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં વાયરસથી પીડિત દર્દીઓની સંખ્યા જોઈએ તો પંચમહાલમાં 7, સાબરકાંઠામાં 6, મહેસાણામાં 5, ખેડામાં 4 કેસ, કચ્છમાં 3 અને રાજકોટમાં 3 કેસ નોંધાયા.
રાજકોટમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી વધુ એક મોત. ચાંદીપુરા વાયરસથી 7 મહિનાની બાળકીનું મોત થયું. આ બાળકીનો પરિવાર ચાર દિવસ પહેલા જ દાહોદથી આવ્યો હતો. આરોગ્ય તંત્રને આ મામલાની જાણ થતાં બાળકીનો રિપોર્ટ કરાવશે. તેમજ તેમનો પરિવાર કયાં રહે છે અને કયારે દાહોદથી આવ્યા,તેમજ તેમના ઘરની આસપાસની સ્થિતિ કેવી છે વગેરે બાબતોનું નિરિક્ષણ કરશે. 7 મહિનાની બાળકીનું મોત થતા જ પરિવારમાં શોકનો માહોલ છવાયો. રાજકોટમાં હાલમાં ચાંદીપુરાના 12 દર્દીઓ સારવાર હેઠળ છે. અત્યાર સુધી ચાંદીપુરાના કારણે ૩ના મોત થયા.
રાજ્યમાં ચાંદીપુરા વાયરસનો પ્રકોપ વધતા આરોગ્ય તંત્ર દ્વારા છંટકાવની કામગીરી હાથ ધરાઈ છે. આ વાયરસ સેન્ડ ફલાય દ્વારા ફેલાતો હોવાથી પાલિકા દ્વારા તમામ સંભવિત સ્થાનો પર દવા છાંટવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગ દ્વારા વિસ્તારોને સર્વેની કામગીરી હાથ ધરાતા ગીચ અને શંકાસ્પદ સ્થાનો પર રોગ નિયંત્રણ માટે મેલેથિઓન પાવડર, એક જંતુનાશક, લગભગ 6.52 લાખ માટીના ઘરો અને પશુઓના શેડમાં છંટકાવ કરવામાં આવ્યો છે. આ સાથે વહીવટીતંત્ર લોકોને પણ સ્વચ્છતા રાખવા અને બાળકોને તાવ અને ઉધરસ જેવી સામાન્ય સ્વાસ્થ્ય સમસ્યાને ના અવગણતા ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી.
આ પણ વાંચો:નદીમાં ન્હાવાનું પડ્યું ભારે, યુવકોનાં ડૂબવાથી થયા મોત
આ પણ વાંચો:વડોદરા-હાલોલ રોડ પર ગમખ્વાર અકસ્માત, દંપતીનું મોત
આ પણ વાંચો:ડીસામાં ગોડાઉનમાં ભીષણ આગ, કોઈ જાનહાનિ નહીં
