ગાંધી પરિવારના સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને મળેલી એસપીજી સુરક્ષા સરકારે દૂર કર્યા પછી હવે તેમની સુરક્ષા અંગે સવાલો ઉભા થઇ રહ્યા છે. ગાંધી પરિવારની સુરક્ષા જવાબદારી હાલ સીઆરપીએફને સાેંપવામાં આવી છે.જો કે ખુદ સીઆરપીએફએ પણ ગાંધી પરિવારની સિક્યોરિટી માટે કેટલીક માંગણીઓ કરી છે.
સીઆરપીએફએ ગાંધી પરિવારની પર્યાપ્ત સુરક્ષા માટે 6 કંપનીઆે તૈનાત કરી છે પરંતુ સામે મોટી સમસ્યા એ છે કે તેની પાસે એટલી બુલેટ પ્રૂફ કારની કમી છે એવામાં એમ ઇચ્છે છે કે એસપીજીની બુલેટ પ્રૂફ કાર તાત્કાલિક પુરી પાડવામાં આવે.
સૂત્રોને મળેલી માહિતી અનુસાર સીઆરપીએફએ અને ગૃહ મંત્રાલયને ભલામણ કરી છે કે તેમને એસપીજીવાળી બુલેટ પ્રૂફ કાર આપવામાં આવે.
Congress leader Adhir Ranjan Chowdhury in Lok Sabha: Sonia Gandhi ji & Rahul Gandhi ji are not normal protectees. Vajpayee ji had allowed Special Protection Group (SPG) protection for the Gandhi family. From 1991-2019, NDA came to power twice but their SPG cover was never removed pic.twitter.com/FvyRacxRlL
— ANI (@ANI) November 19, 2019
એક અધિકારીના જણાવ્યા અનુસાર સીઆરપીએફની બુલેટ પ્રૂફ કાર ખૂબ એડવાન્સ છે અને બાકી કારોના મુકાબલે ખૂબ કમ્ફર્ટેબલ છે. તે પહેલાં જ્યારે સીઆરપીએફે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહની એસપીજી હટાવીને ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી હતી ત્યારે પણ સીઆરપીફે એસપીજી દ્વારા તૈનાત કરવામાં આવેલી બુલેટપ્રૂફ ગાડીઆેને પોતાના કબજામાં લેવાની ભલામણ કરી હતી જે સરકારે મંજૂર કરી લીધી હતી.
સોનિયા ગાંધીના 10, જનપથ સ્થિત આવાસ પર ઇઝરાયલી એક્સ-95, એકે સીરીઝ અને એમપી-5 બંદૂકો સાથે સીઆરપીએફના કમાન્ડોની 2 ટુકડીએ પોતાની સુરક્ષાની જવાબદારી પહેલાં જ સંભાળી લીધી છે. આ પ્રકારે એક ટુકડી કાેંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડથી સાંસદ રાહુલ ગાંધીને તુગલક લેન સ્થિત આવાસ અને પ્રિયંકાના લોધી એસ્ટેટ સ્થિત આવાસ પર તૈનાત કરવામાં આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
