ભાવ વધારો/ દેશમાં સતત ત્રીજા દિવસે ફરી પેટ્રેાલ-ડીઝલના ભાવમાં વધારો

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ડીઝલની કિંમત 33 થી 37 પૈસા વધી છે જ્યારે પેટ્રોલની કિંમત 30 થી 35 પૈસા વધી છે.

Top Stories India

સરકારી ઓઇલ કંપનીઓ વતી આજે ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી વધારો થયો છે. આજે ડીઝલની કિંમત 33 થી 37 પૈસા વધી છે જ્યારે પેટ્રોલની કિંમત 30 થી 35 પૈસા વધી છે. ઘણા રાજ્યોમાં તેની કિંમત 100 રૂપિયાથી ઉપર પહોંચી ગઈ છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલની વધતી કિંમતો સામાન્ય માણસની આવક પર અસર કરી રહી છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત 106.54 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 95.27 રૂપિયા પ્રતિ લીટર છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત 112.44 રૂપિયા અને ડીઝલની કિંમત 103.26 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 107.11 રૂપિયા છે જ્યારે ડીઝલની કિંમત 98.38 રૂપિયા પ્રતિ લીટર છે. સાથે જ ચેન્નઈમાં પણ પેટ્રોલ 103.61 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 99.59 રૂપિયા પ્રતિ લીટર છે.

ઉલ્લેખનીય છે કે  મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, ઓડિશા, જમ્મુ -કાશ્મીર અને લદ્દાખમાં પેટ્રોલની કિંમત 100 રૂપિયાને પાર પહોંચી ગઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત સૌથી વધુ છે.

જાણો તમારા શહેરમાં કિંમત કેટલી છે
તમે પેટ્રોલ અને ડીઝલની કિંમત પણ SMS દ્વારા જાણી શકો છો. ઇન્ડિયન ઓઇલ વેબસાઇટ અનુસાર, તમારે આરએસપી અને તમારો સિટી કોડ લખીને 9224992249 નંબર પર મોકલવો પડશે. દરેક શહેરનો કોડ અલગ છે, જે તમને IOCL વેબસાઇટ પરથી મળશે.

શહેર            ડીઝલ                      પેટ્રોલ
દિલ્હી           95.27                   106.54
મુંબઈ          103.26                   112.44
કોલકાતા     98.38                     107.11
ચેન્નઈ           99.59                      103.61
(પેટ્રોલ-ડીઝલની કિંમત રૂ. પ્રતિ લિટર છે.)