રાજકીય/ કોંગ્રેસને પડી શકે છે વધુ એક ફટકો, પીઢ કોંગ્રેસી ધારાસભ્ય જોડાઈ શકે છે ભાજપમાં

કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે

Top Stories Gujarat Others
કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં

ગુજરાત રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે કોંગ્રેસમાં મોટા પાયે ભંગાણ સામે આવી રહ્યું છે. કોંગ્રેસનાં નાનામોટા અનેક નેતાઓ ભાજપ અને આપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસ માટે એ સાંધો ત્યાં 13 તૂટે તેવી પરિસ્થિતી ઊભી થઇ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર કોંગ્રેસના ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષથી નારાજ ચાલી રહ્યા છે. ત્યારે હવે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેઓ ટૂંક સમયમાં ભાજપમાં જોડાઇ શકે છે. જો અશ્વિન કોટવાલ પણ હાથનો સાથ છોડી કેસરિયો ધારણ કરે છે, તો તે કોંગ્રેસ માટે મોટો ફટકો હશે. ઉત્તર ગુજરાતની ટ્રાઈબલ બેઠક ઉપર કોંગ્રેસની મજબૂત પકડ છે.

ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ પક્ષની કામગીરીથી નારાજ ચાલતા હોઇ કોંગ્રેસના કાર્યક્રમમાં જવાનું  ટાળી રહ્યા છે. ત્યારે ચારેકોર એવી ચર્ચા ચાલી રહી છે કે ટૂંક સમયમાં અશ્વિન કોટવાલ પણ કેસરિયો ધારણ કરશે. કોંગ્રેસમાં થતી સતત અવગણનાને કારણે તેઓ પક્ષથી નારાજ છે. સમગ્ર વિધાનસભા સત્રમાં કોટવાલ નિષ્ક્રિય રહ્યા હતા.

ખેડબ્રહ્મા સીટ છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસનો ગઢ રહી છે. અહીં કોંગ્રેસ ત્રણ-ચાર ટર્મથી જીતતી આવી છે. અશ્વિન કોટવાલ થકી કોંગ્રેસ ઉત્તર ગુજરાતમાં આદિવાસી વિસ્તારોમાં સારુ પ્રભૂત્વ મેળવી રહી છે. આવા સમયમાં કોંગ્રેસ આદિવાસી મતદારોને પોતાની તરફ આકર્ષવા માટેના જે કાર્યક્રમો કરી રહી છે તેમાં અશ્વિન કોટવાલની ગેરહાજરી ઉડીને આંખે વળગી રહી છે. જે આવનાર ચૂંટણીને લઇને આદિવાસી મતવિસ્તારોનો આકર્ષવા કોંગ્રેસ માટે ઘણી ચિંતાજનક સાબિત થઇ શકે છે.

જેવા સાથે તેવા / ચીનાઓ હવે ટુરિસ્ટ વિઝા પર ભારત આવી શકશે નહીં , ઇસ્યુ થયેલા વિઝા કરાયા સસ્પેન્ડ