Not Set/ પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર માનવી ભોગવી રહ્યો છે સજા, જોવા મળી કુદરતી આફતો

એક તરફ સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પરેશાન છે અને બીજી તરફ કુદરતી આફતોએ લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે. પ્રકૃતિને હાની પહોંચાડનારા દેશો આજકાલ સજા ભોગવી રહ્યા છે. જેમા ભારતનો સમાવેશ થયો છે. 

Top Stories Trending
11 550 પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર માનવી ભોગવી રહ્યો છે સજા, જોવા મળી કુદરતી આફતો

પ્રકૃતિ સાથે રમવાના પરિણામો ખૂબ જ ખતરનાક હોઈ શકે છે, સરકારો આ વિશે જરા પણ વિચારતી નથી અને પ્રકૃતિને સતત નુકસાન પહોંચાડી જાય છે. પરંતુ, હવે પ્રકૃતિએ પણ માણસો સાથે બદલો લેવાનું શરૂ કર્યું છે, તે પણ ભયાનક રીતે. એક તરફ સમગ્ર વિશ્વ કોરોના મહામારીથી પરેશાન છે અને બીજી તરફ કુદરતી આફતોએ લોકોનું જીવન મુશ્કેલ બનાવ્યું છે. પ્રકૃતિને હાની પહોંચાડનારા દેશો આજકાલ સજા ભોગવી રહ્યા છે. જેમા ભારતનો સમાવેશ થયો છે.

11 551 પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર માનવી ભોગવી રહ્યો છે સજા, જોવા મળી કુદરતી આફતો

દુર્ઘટના / લીબિયા દરિયાકાંઠે પલટી બોટ, 20 મહિલાઓ, 2 બાળકો સહિત 57 લોકોનાં મોત

સમગ્ર વિશ્વમાં આજે કોરોના મહામારી ફેલાયેલી છે. જેના કારણે માણસ પહેલા જ પરેશાન છે. પ્રકૃતિ સાથે રમતો માનવી આજે પોતે કુદરતનાં કહેર સામે જજુમી રહ્યો છે. આ સમયે વિશ્વનાં ઘણા દેશોમાં પૂર, વરસાદ અને વાવાઝોડાએ કહેર ફેલાવ્યો છે. અમેરિકામાં રેતીનાં તોફાનમાં સાત લોકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે ‘ઈન-ફા’ વાવાઝોડાએ ચીનનાં પૂર્વી ઝિજિયાંગ પ્રાંતમાં દસ્તક આપી છે, જેનાથી ભયંકર વિનાશ થવાની આશંકા છે. વળી, એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે મંગળવારે પેસિફિક મહાસાગરથી ઉત્તર તરફ જતા હરિકેન નેપારર્ટક મંગળવારે ટોક્યો સહિત જાપાનનાં મુખ્ય ટાપુ પર પહોંચી શકે છે, જેનાથી જાપાનની પરિસ્થિતિ વધુ વણસી શકે છે.

11 553 પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર માનવી ભોગવી રહ્યો છે સજા, જોવા મળી કુદરતી આફતો

છૂટાછેડા / પોર્ન સ્ટાર મિયા ખલિફાનાં તૂટ્યા લગ્ન, 2 વર્ષ બાદ પતિથી અલગ થવાની ઘોષણા કરી

આ તોફાન જાપાનમાં એવા સમયે ખડકવા જઈ રહ્યું છે જ્યારે ઓલિમ્પિક રમતોત્સવ ત્યાં ચાલી રહ્યો છે. આટલું જ નહીં, ભારતમાં ભારે વરસાદથી લોકોની મુશ્કેલીઓ વધી છે, અને ઘણી જગ્યાએ પૂરની ભયાનક તસવીરો બહાર આવી રહી છે. ન્યૂઝ એજન્સી એસોસિએટ પ્રેસનાં અહેવાલ મુજબ, અમેરિકાનાં યુટામાં રેતીનાં તોફાનનાં કારણે 20 વાહનો વચ્ચે જબરદસ્ત ટક્કર થઇ ગઇ હતી, જેમાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનાઓ આંતરરાજ્ય 15 પર કનોશ નજીક બની હતી, જેમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, તેવા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ અનુસાર રેતીનાં તોફાનનાં કારણે Visibility સ્તરમાં ધરખમ ઘટાડો થયો હતો, જેના કારણે વાહનો એક બીજા સાથે ટક્કર થઇ ગઇ હતી.

11 552 પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર માનવી ભોગવી રહ્યો છે સજા, જોવા મળી કુદરતી આફતો

Interesting / કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

સમાચાર એજન્સી આઈએએનએસનાં અહેવાલ મુજબ ચીનનાં કાંઠાનાં પ્રાંત ઝેજિયાંગમાં ‘ઇન-ફા’ વાવાઝોડાએ દસ્ક દીધી છે. જે બાદ સત્તાધીશોએ આપત્તિ રાહત માટે ચોથા સ્તરની ઇમરજન્સી કામગીરી શરૂ કરી દીધી છે. સમાચાર એજન્સી એએનઆઈએ અહેવાલ આપ્યો છે કે, ‘ઈન-ફા’ વાવાઝોડાને કારણે શાંઘાઈમાં ટ્રાફિક અટકી ગયો હતો. તોફાનનાં કારણે 3 લાખ 60 હજારથી વધુ લોકોને દરિયાકાંઠાનાં વિસ્તારોમાંથી સુરક્ષિત બહાર કાઠવામાં આવ્યા છે. આ વાવાઝોડું રવિવારે બપોરે ઝિજિયાંગ પ્રાંતનાં દરિયાકાંઠે પહોંચ્યું હતું, જેની ઝડપ 6.2 માઇલ પ્રતિ કલાકની હતી અને આ વાવાઝોડું વાયવ્ય તરફ વળી રહ્યું હતું.

11 554 પ્રકૃતિને નુકસાન પહોંચાડનાર માનવી ભોગવી રહ્યો છે સજા, જોવા મળી કુદરતી આફતો

Interesting / કૂતરો કે બિલાડી નહી આ છોકરીએ પાળ્યો છે એક રીંછ, જુઓ ફોટો

વળી, મંગળવારે પ્રશાંત મહાસાગરથી ઉત્તર તરફ જતા તોફાન નેપાર્ટક મંગળવારે જાપાનની રાજધાની ટોક્યો સહિત જાપાનનાં મુખ્ય ટાપુ પર ટકરાશે તેની સંભાવનાઓ છે. આ વાવાઝોડા પશ્ચિમ તરફ જશે અને જાપાનનાં પૂર્વી અને પૂર્વોત્તર ભાગોમાં પહોંચશે તેવી સંભાવના છે. સમાચાર એજન્સી આઈએએનએસ અનુસાર, તોફાનનાં કારણે ઓલિમ્પિક રમતોમાં અસર થઈ શકે છે અને ઘણી મેચ રદ થવાની સંભાવના છે. જાપાનની હવામાન એજન્સીએ ભારે વરસાદ, પવન અને ઉચી લહેરોની ચેતવણી આપી છે. રિપોર્ટ અનુસાર જાપાનમાં 100 મીમી સુધી વરસાદની સંભાવના છે અને સરકાર રાહત અને બચાવ કાર્ય માટે સતત સાવધાની રાખી રહી છે.