PM Modi Consecutive 12 Years as PM 2026: એક ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે સતત 12 વર્ષ (4,399 દિવસ) સુધી સત્તા પર રહેનારા દેશના પ્રથમ વડાપ્રધાન બનીને નરેન્દ્ર મોદીએ નવો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપિત કર્યો છે. પીએમ મોદીના આ અનોખા માઈલસ્ટોનની ખુશીમાં ભાજપ અને સાથી પક્ષો દ્વારા દેશભરમાં જોરદાર ઉજવણીઓ કરવામાં આવી રહી છે. આ ભવ્ય સફળતા પર પીએમ મોદીએ દેશવાસીઓ અને ઈશ્વરનો આભાર માનતા ભાવુક નિવેદન આપ્યું છે કે, “આ લાંબી સફરમાં સાથ આપનારા તમામનો હું દિલથી આભાર માનું છું. ભારત માતાની આટલા વર્ષો સુધી સેવા કરવાની આ પાવન તક ઈશ્વરની કૃપાથી જ મળી શકે. આ આધ્યાત્મિક સાધના ક્યારેય એકલા ના થઈ શકે, આ એક સામૂહિક યજ્ઞ છે. મારા માટે દેશની જનતા જનાર્દન જ ઈશ્વરનું સ્વરૂપ છે.”
દિલ્હીના ભારત મંડપમમાં ભવ્ય ઉજવણી
કેન્દ્રમાં એનડીએ (NDA) સરકારના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે દિલ્હીના પ્રતિષ્ઠિત ‘ભારત મંડપમ’ ખાતે એક ભવ્ય અને વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ અને તમામ સાથી પક્ષોના દિગ્ગજ નેતાઓ તથા મંત્રીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા:
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વને સત્તાવાર સમર્થન અને બધાઈ આપવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા બુધવારે એક વિશેષ ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.
વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં મળેલી આ કેબિનેટ બેઠકમાં તમામ મંત્રીઓએ ઉભા થઈને પીએમ મોદીને ‘સ્ટેન્ડિંગ ઓવેશન’ (માનસિક સન્માન) આપ્યું હતું. ઠરાવમાં પ્રશંસા કરતા જણાવાયું કે પીએમ મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ ભારતના 25 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે.
સરકારે જાહેર કરી ખાસ બૂકલેટ
આ ઉજવણી દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા 12 વર્ષના શાસનની અદભુત સિદ્ધિઓની વિગતો દર્શાવતી એક ખાસ ‘બૂકલેટ’ જાહેર કરવામાં આવી હતી, જેમાં નીચે મુજબના આંકડાકીય દાવાઓ કરવામાં આવ્યા છે:
સરકારે દાવો કર્યો છે કે છેલ્લા 12 વર્ષમાં 1 GB મોબાઇલ ડેટા પાછળનો ખર્ચ 97 ટકા જેટલો ઘટાડી દેવામાં આવ્યો છે, જેને કારણે ભારતમાં સામાન્ય લોકો ડિજિટલ બન્યા છે. વર્ષ 2014 માં દેશમાં ઇન્ટરનેટ સબ્સ્ક્રાઇબર્સની સંખ્યા માત્ર 25 કરોડ હતી, જે વર્ષ 2025-26 સુધીમાં વધીને 103 કરોડે પહોંચી ગઈ છે.
બૂકલેટ મુજબ, જીએસટી (GST) જેવા ઐતિહાસિક ટેક્સ સુધારા અને છેલ્લા 12 વર્ષમાં મધ્યમ વર્ગ પરથી ઇનકમ ટેક્સનો બોજ ઓછો કરવો, એ સરકારના ‘રામરાજ્ય’ ના વિઝનને સ્પષ્ટપણે દર્શાવે છે.
કેન્દ્ર સરકારના સત્તાવાર ડોક્યુમેન્ટ્સ અનુસાર, ‘જળ જીવન મિશન’ અંતર્ગત દેશના ગ્રામીણ વિસ્તારોમાં અત્યાર સુધીમાં આશરે 16 કરોડ પરિવારોને નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવામાં આવ્યું છે.
પીએમ મોદીનો ઐતિહાસિક કાર્યકાળ
નોંધનીય છે કે, નરેન્દ્ર મોદીએ (PM Modi) લોકશાહી ઢબે પ્રચંડ બહુમતી સાથે નીચે મુજબના ક્રમમાં દેશની કમાન સંભાળી છે:
પ્રથમ કાર્યકાળ: 26 May 2014 ના રોજ પ્રથમવાર પીએમ પદના શપથ લીધા.
બીજો કાર્યકાળ: 30 May 2019 ના રોજ બીજી વખત દેશના વડાપ્રધાન બન્યા.
ત્રીજો કાર્યકાળ: 9 June 2024 ના રોજ તેમણે સતત ત્રીજી વખત પીએમ પદના શપથ લઈને નવો રેકોર્ડ બનાવ્યો.
વૈશ્વિક સ્તરેથી PM Modi પર અભિનંદનનો વરસાદ
એક ચૂંટાયેલા પીએમ(PM Modi) તરીકે સળંગ સૌથી લાંબો કાર્યકાળ સંભાળવાનો રેકોર્ડ બનતા જ વિશ્વના અનેક દિગ્ગજ નેતાઓએ પીએમ મોદીને કૂટનીતિક અને વ્યક્તિગત સ્તરે શુભેચ્છાઓ પાઠવી છે. જેમાં યુરોપિયન કમિશનના પ્રમુખ ઉરસુલા વોન ડેર લેયેન, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની સહિત મલેશિયા, ભૂતાન, શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશોના વડાઓએ પીએમ મોદીના મજબૂત વૈશ્વિક નેતૃત્વની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો : 12 વર્ષ પૂર્ણ થતાં PM Modiની ભાવુક પોસ્ટ- ‘જનસેવા જ સુશાસનની સૌથી મોટી કસોટી છે’
આ પણ વાંચો: PM Modi એ દેશના 47 શહેરોમાં વહેંચ્યા 51,000 સરકારી નિમણૂક પત્રો, યુવાનોને આપી મોટી જવાબદારી
આ પણ વાંચો:NEET પરીક્ષાના પેપરો વિમાનો દ્વારા મોકલાશે, સુરક્ષા વ્યવસ્થા પર PM Modi ની સીધી નજર
