- આંદોલનકારીઓ પરથી કેસ પરત ખેંચવામાં આવે
- વહેલી તકે કેસો પાછા ખેંચાય તેવી સરકારને અપીલ
- રાજ્ય સરકારને રૂબરુ મળીને કરીશું રજૂઆત
- સરકારે વચન આપ્યું હતું, હવે નીવડો લાવવા અપીલ
- જસદણ શૈક્ષણિક ભવનના લોકાર્પણમાં નિવેદન
જસદણના આટકોટ રોડ ઉપર બનાવાયેલ પાટીદાર શૈક્ષણિક ભવનના આજે સાંજે લોકાર્પણ પ્રસંગે ખોડલધામ પ્રમુખ નરેશ પટેલે એક અગત્યનું નિવેદન આપ્યું છે. પાટીદાર આંદોલન સમયે જે પાટીદાર યુવાનો ઉપર કેસ કરવામાં આવ્યાં છે હવે પાછા ખેંચાય તેવી સરકાર ને અપીલ કરવા કહ્યું હતું. તેમણે જણાવ્યુ હતું કે, રાજ્ય સરકારને રૂબરુ મળીને આ અંગે રજૂઆત કરીશું. સરકારે વચન આપ્યું હતું, હવે નીવડો લાવવા અપીલ કરીશું.
જસદણમાં પાટીદાર શૈક્ષણિક ભવનનું લોકાર્પણ કાર્યક્રમમાં પાટીદાર શહીદવીરોના પ્રથમ સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું. નરેશ પટેલ અને મણીદાદાના પ્રમુખસ્થાને કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ અને લાલજી પટેલ, અલ્પેશ કથીરીયા હાજર રહ્યા હતા.
આ પ્રસંગે દિનેશ બાંભણિયાએ વાતચીતમાં જણાવ્યુ હતું કે, સમાજના યુવાનો માટે શૈક્ષણિક ભવન બનાવાયું છે. આંદોલનકારીઓ પરથી કેસ પરત ખેંચવા મુદ્દે નિવેદન આપતા કહ્યું હતું કે, રાજ્ય સરકારને કેસો પાછા ખેંચવા અલ્ટીમેટમ આપ્યું છે.
ઉલ્લેખનીય છે કે, જસદણ શૈક્ષણિક ભવનના લોકાર્પણ પ્રસંગે જસદણ પંથકના પાટીદાર સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. જસદણના આટકોટ રોડ ઉપર પાટીદાર સમાજના સહયોગથી બનાવવામાં આવેલા પાટીદાર શૈક્ષણિક સંકુલની કામગીરી બાંધકામ સાથે વિદ્યાર્થીઓને મદદરૂપ થવાની આમ તો ૬ મહિનાથી ચાલુ કરી દેવામાં આવી છે. જેમાં સમાજના યુવાનો અને યુવતિઓને ઉચ્ચ શિક્ષણ અને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરીક્ષાઓનું તેમજ બીજા લાભોની માહિતી આપવામાં જ આવે છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને આ અંગે લેખિતમાં રજૂઆત કરી હતી. અનામત આંદોલનમાં પાટીદારો સામેના કેસ પરત ખેંચવાની કાર્યવાહી જેમ બને એમ ઝડપથી ફરી એક વખત કરવામાં આવે. અને આંદોલનમાં રહેલા દરેક નેતા પર ખટલા ચાલી રહ્યા છે. આવા કેસો પરત ખેંચવાનું અગાઉની સરકારોએ વચન આપ્યું હતું,
પ્રેમ કરવાની સજા / મારા બનેવીએ મને બળજબરીથી પકડી કાતરથી મારા વાળ કાપી, મો કાળુ કર્યું હતું : સગીરાની ફરિયાદ
પ્રદૂષણ / દિલ્હીમાં આંશિક લોકડાઉન, જાણો કેટલા દિવસ માટે શું રહેશે બંધ…
