Godhara News: ગોધરામાં પોલીસે બતાવ્યું હતું કે પોલીસ કોને કહેવાય છે. તેણે પોલીસ સ્ટેશન પર હુમલો કરનારા 400થી વધુ ટોળાના કેસમાં 88 જણા સામે કેસ દાખલ કર્યા પછી 21 જણની ધરપકડ કરી હતી અને તેમનું રીતસર સરઘસ કાઢ્યું હતું. પોલીસનું કહેવું હતું કે હજી બીજા ગુનેગારો પકડાશે ત્યારે વધુ મોટું સરઘસ નીકળશે.
ગોધરા શહેરમાં બે દિવસ પહેલા 19 સપ્ટેમ્બરે એક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સરને પોલીસે બી ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવ્યા બાદ પરિસ્થિતિ તંગ બની હતી. ગોધરામાં આગામી નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને પોલીસે સોશિયલ મીડિયા પર કોઈ વિવાદાસ્પદ પોસ્ટ ન કરવા માટે એક ઈન્ફ્લુએન્સરને પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો. ત્યાર બાદ તે ઈન્ફ્લુએન્સરે પોતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ કર્યો હતો, જેના કારણે ગેરસમજ થતાં ગોધરા શહેર બી ડિવિઝન પોલીસ મથક બહાર એક જ સમુદાયના લોકોનું મોટું ટોળું એકત્ર થયું હતું. આ ટોળાએ હોબાળો મચાવ્યો હતો અને પરિસ્થિતિ તંગ બનતાં પોલીસને ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
આના પગલે 400થી વધુ લોકોના ટોળાએ ગોધરા બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો. આ ઘટનામાં પોલીસ ચોકી નંબર 4માં તોડફોડ કરવામાં આવી હતી અને સરકારી દસ્તાવેજોને સળગાવી દેવામાં આવ્યા હતા, જેના પગલે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વણસી હતી.
પોલીસે આ બનાવના પગલે ચેતી જઈ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. આ મામલે કુલ 88 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. પોલીસ સ્ટેશન પર હુમલાના પ્રકરણમાં પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે પહેલા 17 અને પછી બીજા ચાર એમ કુલ 21 આરોપીઓની ધપકડ કરી હતી.
આના પછી પંચમહાલ પોલીસ તંત્રએ આરોપીઓને કાયદાનું ભાન કરાવવા અને સમાજમાં એક દાખલો બેસાડવા માટે એક અનોખો પગલું ભર્યું. પોલીસે ગુનેગારોમાં દાખલો બેસાડવાના હેતુથી પકડાયેલા આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું. પોલીસનો આ હેતુ ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે લોકોમાં જાગૃતિ લાવવાનો હતો. આ સરઘસ દરમિયાન મોટી સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા, જે પોલીસની આ કાર્યવાહીનું સમર્થન કરતા હોય તેમ લાગતું હતું.
નવરાત્રિનો તહેવાર નજીક હોવાથી પંચમહાલ પોલીસે કોઈપણ અનિચ્છનીય ઘટનાને ટાળવા માટે અગમચેતીના પગલાં લીધા છે. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે કાયદાને હાથમાં લેવાનો પ્રયાસ કરનાર કોઈપણ વ્યક્તિને કાયદાનો પાઠ ભણાવવામાં આવશે.
આ પણ વાંચો: GODHRA NEWS/ગોધરા શહેરમાં બી ડિવિજન પોલીસ મથકે લોક ટોળા એકત્ર થયા કર્યો ઘેરાવો
આ પણ વાંચો: Vadodara News/ગોધરાની દીપ મેટરનિટી હોસ્પિટલમાં નવજાત બાળકીની ટ્રાફિકિંગ કૌભાંડ, 8 લોકો સામે ફરિયાદ દાખલ!
આ પણ વાંચો: Ahmedabad News/ગોધરાકાંડ : 19 વર્ષ બાદ ગુજરાત હાઈકોર્ટે ત્રણ દોષિતોને નિર્દોષ જાહેર કર્યા, ન્યાયની જીત
