Porbandar News/ પોરબંદરમાં 28 લાખ પર એક કરોડ ચૂકવવા છતાં ધમકી આપનારા વ્યાજખોરોની ધરપકડ

કલ્યાણપુર ના નગડીયા ગામના યુવાને જુદા જુદા સમયે પોરબંદર ના ચાર શખ્સો પાસે થી 28 લાખ વ્યાજે લીધા બાદ એક કરોડ થી વધુ વસૂલ્યા છતાં ધમકી આપીને બળજબરી થી ચેક લખાવી કોર્ટ માં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી

Gujarat Others Breaking News

Porbandar News: કલ્યાણપુર ના નગડીયા ગામના યુવાને જુદા જુદા સમયે પોરબંદર ના ચાર શખ્સો પાસે થી 28 લાખ વ્યાજે લીધા બાદ એક કરોડ થી વધુ વસૂલ્યા છતાં ધમકી આપીને બળજબરી થી ચેક લખાવી કોર્ટ માં ફરિયાદ કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે મામલે પોલીસે ચારેય શખ્સો ની ધરપકડ કરી ત્રણ દિવસ ના રિમાન્ડ પર લીધા છે ઉપરાંત તેઓની પાસે થી અનેક કોરા ચેક,વાહનો ની આર સી બુક,પ્રોમીસરી નોટ સહિતના દસ્તાવેજો કબજે કર્યા છે

મૂળ પોરબંદરના દેગામ નજીક નાગાર્જુનના પાટીયા પાસે રહેતા અને હાલ નગડીયા ગામે સિધ્ધેશ્વર મંદિર પાસે રહેતા કેશુ અરભમ સુંડાવદરા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ દેગામ ગામે ખેતીની જમીનમાં સુધારો કરાવવા માટે નવા કુંભારવાડા વિસ્તારમાં રહેતા અને વ્યાજવટાવનો ધંધો કરતા સંજય કટારા પાસેથી 18-11-2019ના ૧૦ લાખ રૂપિયા માસિક 10ના વ્યાજે લીધા હતા.જેનો સમયગાળો પૂર્ણ થતા સંજય અને તેની સાથે કામ કરતા ઇન્દુબાપુએ વ્યાજ ચુકવવા દબાણ કરતા કેશુ એ સાળા અને મિત્ર પાસે થી ઉધાર રકમ લીધી હતી ઉપરાંત ખેતી ની ઉપજમાં આવેલ રકમ મળી 12 લાખ ચૂકવ્યા હતા.

2021માં તેની કારને અકસ્માતના કારણે મોટી નુકશાની થતા આઠ લાખ રૂપિયાની જરૂરિયાત ઉભી થતા સંજય પાસેથી ફરીથી 8 લાખ રૂપિયા 10 ટકા વ્યાજે લીધા હતા.કુલ 18 લાખનું માસિક 10 ટકા લેખે વ્યાજ ચડતુ હતુ. જે ચુકવવા સંજય અને તેની સાથે કામ કરતો ઇન્દુબાપુ ફોન પર અને રૂબરૂ ધમકી આપીને કેશુ અને તેના પરિવારજનોનું અપહરણ કરવા ધમકાવતો હતો. ધમકીના કારણે કેશુએ મિત્ર પાસેથી પાંચ લાખ અને સાળા પાસેથી ચાર લાખ 40 હજાર હાથ ઉછીના અને પોરબંદર ના છાયા પંચાયત ચોકી પાસે રહેતા કિસ્મત મોરી નામના શખ્શ પાસેથી 15 ટકા લેખે પાંચ લાખ વ્યાજે લઈ કુલ રૂ 14 લાખ 40 હજાર ભેગા કરીને 20-07-2022ના રોજ વ્યાજની ચુકવણી કરી હતી. ત્યારબાદ સંજયને વ્યાજની કે મૂળ રકમની ચુકવણી થઇ શકે તેમ ન હોવાથી તેઓ ધમકાવતા હતા. તેની બીકના કારણે દેગામની સીમમાં આવેલ ખેતીની જમીનનું વેચાણ કરીને તેમાંથી મળેલ રકમ પૈકી આઠ મહિનાનું 14 લાખ 40 હજાર વ્યાજ સંજય કટારાને ચુકવ્યુ હતુ.

ત્યાર પછી પણ મૂળ રકમ આઠ લાખની ચુકવણી માટે ધમકીઓ મળતા જમીન વેચાણના રૂપિયામાંથી વધુ છ લાખ રૂપિયા વ્યાજના સંજયને ચુકવ્યા હતા. ત્યારબાદ પણ મૂળ રકમ અને વ્યાજના દસ લાખની ચુકવણી માટે ધમકી અપાતા 20-03-2024ના સંજયને 16 લાખ રૂપિયા ચુકવી દીધા હતા. પેનલ્ટી સહિત વ્યાજની રકમ ચુકવાઈ હોવા છતાં સંજય અને ઇન્દુબાપુ અવારનવાર ધમકી આપતા કેશુના મિત્ર દિલીપ પરબતભાઈ કરથીયાને વાત કરતા સમાધાન કરવા વ્યાજખોરોએ જામીનગીરી સ્વરૂપે દિલીપભાઈના પ્લોટની ફાઇલ અને બે ચેક ગીરવે લીધા હતા અને સંજયે કેશુ ની કાર અને બાઈક પણ ગીરવે લીધા હતા.

સંજયને વ્યાજની ચુકવણી કરવા માટે કિસ્મત પાસેથી લીધેલ રકમની ચુકવણી ન થતા કિસ્મત અને તેની સાથે કામ કરતા અર્જુન મકવાણાએ અવારનવાર ધાક ધમકી આપી હતી ત્યાર બાદ કેશુ અને તેના સબંધી બચુભાઈ સુંડાવદરા કમલાબાગ પાસે નીકળ્યા ત્યારે અપહરણ કરવાનો પ્રયાસ થયો હતો.કેશુ પાસે રૂપિયા ન હતા અને જમીન વેચાણના રૂપિયા આવવાના હતા તે આવી જતા તા.20-12-2024ના વ્યાજ અને મુળરકમ પેટે 21લાખ કિસ્મતને ચુકવ્યા હતા તેમ છતા વધુ રકમ માટે થઇને દબાણ કરીને ડરાવી ધમકાવી ચેક અંગેનું લખાણ લખાવી કારની બુક આર.સી. બુક લઇ ગયા હતા અને ચેકરીટર્નનો કેસ પણ કોર્ટમાં કર્યો હતો

આ રીતે સંજય પાસેથી 18 લાખ 10 ટકા વ્યાજે લીધા બાદ 72 લાખ 50 હજાર અત્યાર સુધીમાં વસુલ્યા હતા. અને કિસ્મત અને અર્જુન મકવાણાએ 10 લાખના 46 લાખ 30 હજારની રકમ વસુલી હતી. આમ, ચારેય વ્યાજખોરોએ 28 લાખના કુલ 1,18,80,000 વસૂલ્યા છતાં ધમકી આપતા ચારેય શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જે મામલે પોલીસે ચારેય શખ્સો ની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે અને ચારેય પાસે થી અન્ય લોકો ના કોરા ચેક,વાહનો ની આરસી બુક,મિલકતો ના સાટા ખત,પ્રોમીસરી નોટો સહીત અનેક ડોક્યુમેન્ટ કબ્જે કર્યા છે અને કોઈ વ્યાજખોરોનો ભોગ બન્યું હોય તો કોઈ પણ ભય રાખ્યા વગર પોલીસનો સમ્પર્ક કરવા જણાવ્યું છે


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Ahmedabad News/ભારત-પાક મેચ પર ગુજરાતમાં રોષ: અમદાવાદ-પોરબંદરમાં વિરોધ

આ પણ વાંચો: Porbandar News/પોરબંદરમાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર, આરોપીની ધરપકડ, પોલીસે તપાસ શરૂ કરી

આ પણ વાંચો: Porbandar News/પોરબંદરમાં ડ્રોનની મદદથી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠીનો પર્દાફાશ, એક આરોપીની ધરપકડ, એક ફરાર