Bhavnagar News: ભાવનગરમાં ખાનગી શાળામાં 8થી 10 વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ ગઈ છે. આટલી વિદ્યાર્થીનીઓ અચાનક બેભાન થઈ જતાં શાળામાં ચકચાર મચી ગઈ હતી. ભાવનગરના કાળિયાબિડ વિસ્તારમાં આવેલી શાળામાં આ ઘટના બની હતી.
આ વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરતાં-કરતા અચાનક બેભાન થઈ ગઈ હતી. તેમને 108 મારફતે વધુ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ભાવનગરમાં વીજ પુરવઠો ખોરવાઈ જવાના લીધે આ વિદ્યાર્થીનીઓને ગભરામણ થઈ હોવાનું માનવામાં આવે છે. આ ઘટના બનતા કુટુંબીજનો પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા.
પ્રાથમિક તપાસમાં આ વિદ્યાર્થીનીઓ ડીહાઇડ્રેશનના લીધે બેભાન થઈ હોવાનું તારણ નીકળી રહ્યુ છે. આમ છતાં પણ આ વિદ્યાર્થીનીઓની મેડિકલ તપાસ જારી છે. ડોક્ટરોની ટીમ તેની સઘન તબીબી ચકાસણી કરી રહી છે. તેમને બીજી કોઈ શારીરિક તકલીફ છે કે નહી તેની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
ખાનગી શાળામાં આ પ્રકારનો બનાવ પહેલી જ વખત બન્યો છે. તેના લીધે શાળાના સંચાલકો પણ ચોંકી ઉઠ્યા છે. તેઓનું કહેવું છે કે આ પ્રકારની ઘટના અગાઉ ક્યારેય બની નથી. હવે જો ડીહાઇડ્રેશનનું કારણ નીકળશે તો તેમને થોડા દિવસ માટે આરામ આપવામાં આવી શકે છે. આ સિવાય તેમના માબાપને પણ તેમની આરોગ્ય જાળવણી માટે માર્ગદર્શન આપવામાં આવી શકે છે.
આ પણ વાંચો: ઉધઇ ગ્રસ્ત શિક્ષણથી વિકસિત ભારત ના બની શકે’, ભાજપ નેતાના જ શિક્ષણ મુદ્દે વેધક સવાલો
આ પણ વાંચો: ગુજરાત મનોરંજન ઝોનના સંગઠને એમ્યુઝમેન્ટ પાર્ક અંગે નવા નિયમોને પડકાર્યા
આ પણ વાંચો: સેનિટરી નેપકિનમાં વપરાતા કાચા માલ પર પણ GST ઘટાડો
