રાજકોટ/ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું “સી.ડી.એસ. બિપીન રાવત અન્ડરબ્રિજ” નામકરણની જાહેરાત કરતા માન. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ

રાજ્યમાં દાયકાઓથી ભાજપના શાસન દરમ્યાન લોકોના સુખાકારીના ઘણા કામો કરવામાં આવી રહ્યા છે એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકામાં પણ વર્ષોથી શાસનની ધુરા સંભાળી રહેલ ભાજપ શાસકોએ ખુબ જ વિકાસના કામો કરેલ છે

Gujarat Rajkot

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે રૂ. ૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડરબ્રિજનું ઈ-લોકાર્પણ ગુજરાત રાજ્યના માન.મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે રાજ્યના વાહન વ્યવહાર પ્રવાસન અને યાત્રાધામ વિભાગના માન.મંત્રીઅરવિંદભાઈ રૈયાણીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું. આ કાર્યક્રમ મેયર ડૉ. પ્રદિપ ડવના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ પ્રસંગે સાંસદ  મોહનભાઈ કુંડારિયા, ગુજરાત મ્યુનિ. ફાઈનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન ડૉ. ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠિયા, પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિ.કમિશનર અમિત અરોરા, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, દંડક સુરેન્દ્રસિંહ વાળા, ડિવિઝનલ રેલ્વે મેનેજર અનિલકુમાર જૈન, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, , બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલ, કોર્પોરેટરો, અધિકારીઓ વગેરે ઉપસ્થિત રહેલ.

ગુજરાત રાજ્યના માન. મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ જણાવેલ કે, સૌરાષ્ટ્રના પાટનગર સમાન રાજકોટ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે લક્ષ્મીનગર અન્ડરબ્રિજ બનાવવામાં આવેલ તે બદલ અભિનંદન પાઠવેલ. અન્ડરબ્રિજ થતા લોકોની આતુરતાનો આજે અંત આવેલ છે આ અન્ડરબ્રિજ ચાર માર્ગીય તેમજ બંને બાજુ ૭.૫૦ મિટર પહોળાઈ તેમજ ૪.૫૦ મીટર ઊંચાઈનો હોવાથી ઔદ્યોગિક વિસ્તાર તથા સ્કૂલ બસ માટે વાહન વ્યવહારની સુગમતા બનશે. ઉપરાંત રાહદારીઓ અને સાઈકલ સવારો માટે અલગથી પાથ વે પણ બનાવેલ છે. રાજકોટ શહેરના ઘણા વિકાસ કામો થયેલા છે.

રાજકોટ દિવસે ન વધે તેટલું રાત્રે વધે છે. શહેર ઔદ્યોગિક, એન્જીનીયરીંગ, વ્યાપારિક વગેરે માટે રાજયનું મહત્વનું નગર છે. શહેરના વિકાસ માટે રાજ્ય સરકારે બિડુ ઝડપ્યું છે. રાજ્યના તમામ મહાનગરોમાં ફક્ત લાઇટ, ગટર, પાણી, રસ્તાની પ્રાથમિક સુવિધા જ નહી પરંતુ તમામ સુવિધાઓમાં શહેરનો વિકાસ આગળ વધે તે માટે રાજ્ય સરકાર કામ કરી રહી છે અને આજુબાજુના ગામોને પણ શહેર જેવી સુવિધા મળી રહે તે માટે મહાનગરોમાં ગામોની હદ વધારવામાં આવી રહી છે. દેશના પ્રધાનમંત્રી માનનરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના વિકાસને આગળ વધારેલ તે જ રીતે રાજ્ય સરકાર પણ વિકાસ આગળ વધારી રહી છે. જુદીજુદી ટી.પી.સ્કીમો, વિજળી બચત માટે સોલાર, સુએજ ટ્રીટમેન્ટના પ્લાન્ટના પાણીનો પર્યાવરણ માટે ઉપયોગ કરવાની કામગીરી તેમજ અન્ય વિકાસ કામો માટે સરકાર કટિબધ્ધ છે. તાજેતરમાં જ સુશાસન દિવસની ઉજવણી કરાયેલ તે સમયે રાજકોટ શહેરના વિકાસ માટે પણ રકમ ફાળવવાનો નિર્ણય મંજુર કરવામાં આવેલ. સૌ સાથે મળી રંગીલા રાજકોટમાં વધુ નવા રંગો ઉમેરતા રહીએ.

રાજ્યમાં દાયકાઓથી ભાજપના શાસન દરમ્યાન લોકોના સુખાકારીના ઘણા કામો કરવામાં આવી રહ્યા છે એ જ રીતે રાજકોટ મહાનગરપાલિકામાં પણ વર્ષોથી શાસનની ધુરા સંભાળી રહેલ ભાજપ શાસકોએ ખુબ જ વિકાસના કામો કરેલ છે. લોકોના ઝડપથી કામો થાય તે માટે સત્તાધીશો/સરકાર સttતત જાગૃત છે. પ્રજાના કામો પુરા કરવા અમારી જવાબદારી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ રાજ્યના તથા રાજકોટના વિકાસ માટે ઘણા કામો કરેલ છે તેમ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની નેતૃત્વની સરકાર પણ વિકાસ કામો કરવા માટે કટીબદ્ધ છે.

આ અવસરે સ્થાયી સમિતિના ચેરમેન પુષ્કરભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરેલ તેમજ મ્યુનિ.કમિશનર અમિત અરોરાએ કાર્યક્રમની રૂપરેખા આપેલ ત્યારબાદ પદાધિકારીશ્રીઓ, વોર્ડ નં ૭ અને વોર્ડ નં. ૮ના કોર્પોરેટર શ્રીઓ અને સંગઠનની ટીમ દ્વારા રાજ્યના વાહન વ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવેલ તેમજ બાંધકામ સમિતિના ચેરમેન કેતનભાઈ પટેલે સૌ મહાનુભાવોને પુસ્તક અર્પણ કરી સ્વાગત કરેલ.

માન મુખ્યમંત્રીશ્રી દ્વારા આ બ્રિજને “સી.ડી.એસ. બિપીન રાવત અન્ડરબ્રિજ” નામકરણની જાહેરાત કરવામાં આવતા ઉપસ્થિત સૌએ ઉભા થઈ આ નામકરણને આવકારેલ હતું.

હયાત લક્ષ્મીનગર બ્રિજ ખુબ જ સાંકડો હોવાના કારણે ટ્રાફિક સમસ્યા ખુબ જ રહેતી હતી. આ સમસ્યાના નિરાકરણ માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રેલ્વે વિભાગ પાસે ડીપોઝીટ વર્કથી ચાર માર્ગીય રેલ્વે અન્ડર બ્રિજ બનાવવામાં આવેલ છે. આ બ્રિજની બંને બાજુ ૭.૫૦ મીટર પહોળાઈ તથા ૪.૫૦ મીટર ઊંચાઈ હોવાને કારણે સ્કૂલ બસ, ઔદ્યોગિક વિસ્તારના વાહનના આવન જાવન માટે સુગમ બનશે. આ ઉપરાંત રાહદારીઓ તથા સાઈકલ સવાર માટે અલગથી પાથ વે બનાવવામાં આવેલ છે. આ બ્રિજના કારણે શહેરના આશરે ૫ થી ૬ લાખ લોકોને ટ્રાફિકની રોજિંદી સમસ્યામાંથી મુક્તિ મળશે.