સુરતમાં રોજબરોજ મારામારી, હત્યા અને ચોરી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે, શહેરમાં જાણે કે પોલીસનો ખોફ ના હોય તેમ બદમાશો સરેજાહરે હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે. ત્યારે લિંબાયતમાં વધુ એક હત્યાની ઘટના બનતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠવા પામ્યા છે. દેશી દારૂના અડ્ડા પર ખૂની ખેલાયો હતો. જેમાં પ્રેમિકાની સામે જ બુટલેગરને રહેંસી નાખ્યો હતો. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચા મચી ગઇ હતી. તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર, સુરતના શહેરના લિંબાયત બાલાજી નગરમાં રત્નપ્રભા સોસાયટીમાં રહેતો લાલચંદ દશરથ (ઉ.વ.32) દેશી દારૂનો અડ્ડો ચલાવે છે. આજે સવારે અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, જો કે, એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા બાદ લિંબાયત પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લાલચંદની વહેલી સવારે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે હત્યા થઈ હતી. હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
