Gujarat Rainfall/ રાજ્યમાં આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

હવામાન વિભાગે (IMD) રાજ્યમાં ફરી વરસાદની આગાહી (Gujarat rainforecast) કરી છે. આગામી ચાર દિવસ રાજ્યનાં ઉત્તર પૂર્વનાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ જીલ્લાઓમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 14 2 રાજ્યમાં આગામી ચાર દિવસ ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

Gandhinagar News: હવામાન વિભાગે (IMD) રાજ્યમાં ફરી વરસાદની આગાહી (Gujarat rainforecast) કરી છે. આગામી ચાર દિવસ રાજ્યનાં ઉત્તર પૂર્વનાં જીલ્લાઓમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશ તેમજ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલ જીલ્લાઓમાં આગામી ચાર દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

હવામાન વિભાગ અનુસાર, મોનસુન ટ્રફના કારણે આગામી ત્રણ દિવસ દરમિયાન રાજ્યના કેટલા ભાગોમાં વરસાદની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા અનેક જીલ્લાઓમાં યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જીલ્લામાં હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

હવામાન વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું હતું કે, ગુજરાતમાં 952 મીમી વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 28 ટકા વધુ વરસાદ નોંધાયો હતો. તેમજ ચોમાસાની ઋતુનાં કારણે ગુજરાતનાં વિવિધ જીલ્લાઓમાં છૂટો છવાયો વરસાદ પડે છે. છેલ્લા 24 કલાકમાં ભરૂચમાં 89 મીમી વરસાદ નોંધાયો હતો.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મોનસુન ટ્રફની અસર ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાઓ પર વર્તાશે અને ત્યાં ભારે વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં ખૂબ જ હળવો છુટા છવાયો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 122 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છ ઝોનમાં 183 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 129 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 124 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત ઝોનમાં 118 ટકા અને ઉત્તર ગુજરાત ઝોનમાં 106 ટકા વરસાદ નોંધાયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: IMDએ કરી વરસાદની નવી આગાહી, છુટા છવાયા વરસાદ સાથે અપાયું યલો એલર્ટ

આ પણ વાંચો: IMDની આગાહી શું કહે છે, કેવો રહેશે વરસાદ…..

આ પણ વાંચો: હવામાન વિભાગે કરી વરસાદની નવી આગાહી, આ જીલ્લાઓમાં અપાયું એલર્ટ