Rajkot News/ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલે છે ધુપ્પલ! હકાભા ગઢવીને થયો કડવો અનુભવ

હું પણ મારી બહેનને રાજકોટ લઈ જવા માટે ત્યાં પહોંચ્યો પણ સિવિલ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર હાજર નહોતા.

Top Stories Gujarat Rajkot
Image 2025 03 11T130938.012 રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ચાલે છે ધુપ્પલ! હકાભા ગઢવીને થયો કડવો અનુભવ

Rajkot News: રાજકોટ (Rajkot) સિવિલ હોસ્પિટલ (Civil Hospital)ની લાલીયાવાડીનો હાસ્ય કલાકારને યાદ રહી જાય તેવો કડવો અનુભવ થયો છે. હકાભા ગઢવીએ ફરિયાદ કરતા કહ્યું કે રાજકોટ સિવિલ હોસ્પિટલના તબીબો તેમની ફરજ પ્રત્યે જરાયે ગંભીર નથી. ગમે ત્યારે હોસ્પિટલમાં આવતા દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. સરકારી હોસ્પિટલોમાં ડોકટરોના આવા કૃત્યોથી સરકારની છબી ખરડાઈ છે. હકાભા ગઢવીએ આરોપ મૂક્યો છે કે ડોક્ટરો હવે મંત્રીને પણ ગણતા નથી.

હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ જણાવ્યું કે તેમની બહેનનો 15 દિવસ પહેલા અકસ્માત થયો હતો. બહેનના અકસ્માત પછી, સિવિલ હોસ્પિટલમાં સીટી સ્કેન દરમિયાન તેમને કડવો અનુભવ થયો. હકાભા ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે મારા જેવા પ્રખ્યાત કલાકાર અને મારી ખ્યાતિ હોવા છતાં, હોસ્પિટલના ડોકટરો બેદરકાર વલણ દાખવી રહ્યા છે. તો પછી ગરીબ દર્દીઓને કઈ સારવાર મળશે? બહેન તેના પરિવાર સાથે રાજકોટથી હળવદ જઈ રહી હતી ત્યારે રસ્તામાં એક કાર ચાલકે તેને ટક્કર મારી હતી. બહેનને કારે ટક્કર મારી અને તે નીચે પડી ગઈ અને બેભાન થઈ ગઈ. અકસ્માત બાદ બહેનને તાત્કાલિક મોરબીની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી અને ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લઈ જવાનું કહેવામાં આવ્યું હતું.

હું પણ મારી બહેનને રાજકોટ લઈ જવા માટે ત્યાં પહોંચ્યો પણ સિવિલ હોસ્પિટલમાં કોઈ ડૉક્ટર હાજર નહોતા. મેં ડૉક્ટરને પૂછ્યું કે બહેનનો કેસ ગંભીર છે, પણ તેમણે કહ્યું કે મારો વારો આવશે ત્યારે હું આવીશ. અંતે, અકસ્માતના કિસ્સામાં, સાંજે 5 વાગ્યે CT સ્કેન કરવામાં આવ્યું. અકસ્માત જેવા ગંભીર કિસ્સામાં, જો સારવારમાં આટલો લાંબો સમય લાગે તો દર્દી સાથે તેનાથી પણ વધુ ગંભીર ઘટના બની શકે છે. સરકારી સિવિલ હોસ્પિટલોમાં ખાનગી હોસ્પિટલો જેવી સુવિધાઓ છે, પરંતુ ડોકટરોની બેદરકારીને કારણે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આ સાથે કલાકાર હકાભા ગઢવીએ સરકારને સરકારી હોસ્પિટલોમાં ગરીબ દર્દીઓ માટે સુવિધાઓ પૂરી પાડવા વિનંતી કરી. પરંતુ ડોક્ટરો દ્વારા યોગ્ય સારવાર આપવામાં આવી રહી નથી. હું માંગ કરું છું કે ડોકટરોની કામગીરી નિયમિતપણે તપાસવામાં આવે અને હોસ્પિટલ વહીવટીતંત્રે આવા ડોકટરો સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા કરવામાં આવેલ ટિપ્પણીનો મામલે રાજકોટમાં ફરિયાદ માટે અરજી

આ પણ વાંચો:રાજકોટમાં પોપ્યુલર સ્કૂલમાં વિદ્યાર્થીઓને ચોરી કરાવવાનો આક્ષેપ!

આ પણ વાંચો:રાજકોટમાં ભાજપના મહિલા કાઉન્સિલરને ગોળી વાગતાં હાલ સારવાર હેઠળ