Turkey-Gujarati death/ તુર્કીમાં ભણતી ગુજરાતી યુવતી ચાર સ્વદેશી મિત્રો સાથે ફરવા નીકળી, મળ્યું મોત

તુર્કીમાં કાર અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તુર્કીમાં અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ગુજરાતી યુવતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. જ્યાં કિરેનીયા પાસે કારને અકસ્માત સર્જાતા યુવતી સહિત ચારેય ગુજરાતીઓના મોત નિપજ્યા છે.

Top Stories Gujarat
Four gujarati death તુર્કીમાં ભણતી ગુજરાતી યુવતી ચાર સ્વદેશી મિત્રો સાથે ફરવા નીકળી, મળ્યું મોત

તુર્કીમાં કાર અકસ્માતમાં ચાર Turkey-Gujarati Death ગુજરાતીઓના મોત નિપજ્યા હોવાનું સામે આવ્યું છે. તુર્કીમાં અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ગુજરાતી યુવતી મિત્રો સાથે ફરવા નીકળી હતી. જ્યાં કિરેનીયા પાસે કારને અકસ્માત સર્જાતા યુવતી સહિત ચારેય ગુજરાતીઓના મોત નિપજ્યા છે.

વડગામના ભાંગરોડીયા ગામની યુવતી સહિત ચાર Turkey-Gujarati Death ગુજરાતીઓના તુર્કીમાં મોત નિપજ્યા છે. બે કાર સામસામે અથડાતા અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા, જે ચારેય ગુજરાતી યંગસ્ટર્સ છે.તુર્કીમાં BSC MLTનો અભ્યાસ કર્યા બાદ હોટલ મેનેજમેન્ટ કરતી ભાંગરોડીયાની અંજલી મકવાણાનું મોત નિપજતાં પરિવારમાં માતમ છવાયો છે. અંજલી મકવાણા,પ્રતાપભાઈ કારાવદરા, જયેશ અગાથ અને પુષ્ટિ પાઠક નામના 4 ગુજરાતીઓના મોત થયા છે.

વડગામ તાલુકાના ભોગરોડિયા ગામની 21 વર્ષીય Turkey-Gujarati Death  યુવતી અંજલી મકવાણા છેલ્લાં એક વર્ષથી તુર્કીમાં અભ્યાસ અર્થે રહેતી હતી. તે તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતી હતી. ગત રોજ રજાનો દિવસ હોવાથી તે તેના અન્ય ગુજરાતી મિત્ર સાથે કાર લઈને ફરવા નીકળી હતી. ચારેય મિત્રો અંજલી, પ્રતાપ, જયેશ અને પુષ્ટિ કારમાં સવાર હતા ત્યારે તેઓ કિરેનિયા નજીક હાઈવે પરથી પસાર થતા હતા. ત્યારે એક પૂરઝડપે આવેલી કાર સામેથી તેમને ભટકાઈ હતી. જેમાં ચારેય મિત્રોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. સંતાનોના મોતના ખબર મળતા જ ચારેયના પરિવારજનોમાં શોકનુ મોજુ ફરી વળ્યું છે. હાલ તેમના પરિવારજનો તેમના વ્હાલસોયાના મૃતદેહો પાછા જલ્દી મળે તેવી આશાએ બેસ્યા છે.

 

આ પણ વાંચોઃ Political/ AAPએ અજિત પવારની બગાવત પર કહ્યું ‘તપાસ એજન્સીઓનો ઉપયોગ વિરોધ પક્ષોને તોડવા માટે થઈ રહ્યો છે’

આ પણ વાંચોઃ Sidhi/ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપ્યું મોટું નિવેદન,’ગુનેગારનો કોઈ પક્ષ હોતો નથી…’

આ પણ વાંચોઃ Political/ NCPમાં બગાવતની સ્થિતિ પર કોંગ્રેસના મહા સચિવ વેણુગોપાલે આપ્યું મોટું નિવેદન, વિપક્ષ વધુ મજબૂત બનશે

આ પણ વાંચોઃ Sco Summit/ SCO સમિટમાં ભારતે ચીનના BRI પ્રોજેક્ટનો કર્યો વિરોધ,જાણો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું…

આ પણ વાંચોઃ Manipur Violence/ મણિપુરમાં ટોળાએ IRB કેમ્પમાંથી હથિયાર લૂંટવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો,એક વ્યક્તિનું મોત