જુનાગઢ/ વંથલી હાઇવે પર આખલા હડફેટે 19 વર્ષીય યુવકનું મોત

રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે આતંકી આંખનાઓ અનેક લોકોના મોત નિપજાવી રહ્યા છે ત્યારે જુનાગઢ વંથલી હાઇવે પર આખલા હડફેટે 19 વર્ષીય યુવકનું મોત નીપજતા પરિવારે યુવકને ગુમાવ્યો છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Gujarat Others
મોત

દિવસેને દિવસે વધી રહેલા આખલાઓના આતંકી લોકોના મોત નીપજી રહ્યા છે આવી જ ઘટના બની છે જુનાગઢ વંથલી હાઇવે પર મઢડાથી દર્શન કરીને આવતા 19 વર્ષીય હિરેન પરમાર નામના યુવાનના વાહન સાથે આખલો અથડાતા યુવકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે આતંકી આખલાઓના લીધે લોકો પોતાના સ્વજનો ગુમાવી રહ્યા છે. ત્યારે જૂનાગઢના પરમાર પરિવારે 19 વર્ષીય એકનો એક પુત્ર ગુમાવતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અ 63 વંથલી હાઇવે પર આખલા હડફેટે 19 વર્ષીય યુવકનું મોત

આ પુત્રના પિતા પણ થોડા વર્ષો પહેલા અવસાન પામ્યા હતા માતા સાથે રહેતો એક નો એક 19 વર્ષે યુવાન હિરેન પરમારનું આખલા હડફેટે મોત થતા પરિવારમાં ગરમીની માહોલ છે ત્યારે પરિવાર માંગ કરી રહ્યું છે કે બીજા પરિવારો પોતાના સ્વજનો ન ગુમાવે તે પેહલા રખડતા ઢોરથી લોકોને શહેર તેમજ હાઇવે પરથી મુક્ત કરે તેવી માંગ ઉઠી રહી છે. હવે જોવાનું રહ્યું કે પરિવારે તો તેમનો બાળક ગુમાવ્યો છે પરંતુ સરકાર હવે જાગે છે કે ફરી આવીજ ઘટનાઓ બનતી રહેશે.

આ પણ વાંચો:ફરી નજરકેદ થયા મહેબૂબા મુફ્તી, CRPFની કાર ઘરની બહાર પાર્ક, ગેટ પર તાળું

આ પણ વાંચો:નોઈડામાં હવે ગાળોબાજ મહિલાનો વીડિયો વાયરલ, જાણો કેમ ગાર્ડને આપી ગંદી-ગંદી ગાળો…

આ પણ વાંચો: ડોન દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર હોસ્પિટલમાં દાખલ, આ છે કારણ