નોઈડામાં ‘ગાળોબાજ’ શ્રીકાંત ત્યાગીનો મામલો હજુ થાળે નહોતો પડ્યો કે હવે સોશિયલ મીડિયા પર એક ‘ગાળોબાજ’ મહિલાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પોલીસે મહિલા સામે ગુનો નોંધીને તેને કસ્ટડીમાં લીધી હતી. મળતી માહિતી મુજબ, વાયરલ વીડિયો નોઈડાના સેક્ટર-126 વિસ્તારના પોલીસ સ્ટેશનની જેપી સોસાયટીનો છે. વીડિયોમાં નોઈડાની હાઈટેક સોસાયટીમાં રહેતી એક મહિલા ગાર્ડ સાથે દુર્વ્યવહાર કરતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, મહિલાએ ગાર્ડ સાથે ઝપાઝપી પણ કરી હતી. તે જ સમયે, ત્યાં ઉભેલા ગાર્ડ મહિલાને સમજાવે છે કે તેણે આવું ન કરવું જોઈએ, પરંતુ તે બધા સાથે ઝગડવા લાગે છે.
જણાવવામાં આવી રહ્યું છે કે જ્યારે ગાર્ડે ગેટ ખોલવામાં મોડું કર્યું તો કથિત રીતે નશામાં ધૂત મહિલા અભદ્ર ભાષા પર ઉતરી આવી. મહિલા વારંવાર ગાર્ડનો કોલર પકડીને તેને ખેંચતી અને બિહારના લોકો વિશે ખોટું બોલતી જોવા મળે છે. મહિલાના આ દુષ્કર્મનો આખો વીડિયો કોઈએ પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો છે અને તેને સોશિયલ મીડિયા પર શેર કરીને નોઈડા પોલીસ પાસે કાર્યવાહીની માંગ કરી છે.
ये महिला सरेआम इस गार्ड से इतनी गुंडागर्दी और गाली गालौच कर रही है. ये किस प्रकार का घटियापन है. @noidapolice इस महिला के खिलाफ सख्त कार्यवाही बहुत ज़रूरी है. pic.twitter.com/SZqL4IBRjv
— Swati Maliwal (@SwatiJaiHind) August 21, 2022
વીડિયો વાયરલ થયા બાદ એક્શનમાં આવી ગયેલી નોઈડા પોલીસે પીડિત ગાર્ડની ફરિયાદ પર કેસ નોંધ્યો અને મહિલાને કસ્ટડીમાં લઈ લીધી. દિલ્હી મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે પણ આ અંગે ટ્વિટ કર્યું છે. તેમણે લખ્યું, “આ મહિલા ખુલ્લેઆમ આ ગાર્ડની સાથે આટલી ગુંડાગીરી કરી રહી છે અને દુર્વ્યવહાર કરી રહી છે, આ કેવુ ઘટિયાપણું છે. આ મહિલા સામે નોઈડા પોલીસ દ્વારા કડક કાર્યવાહી ખૂબ જ જરૂરી છે.
આ પણ વાંચો:ડોન દાઉદ ઈબ્રાહિમનો ભાઈ ઈકબાલ કાસકર હોસ્પિટલમાં દાખલ, આ છે કારણ
આ પણ વાંચો:દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ટ્વિટ કરીને PM મોદીને કહ્યું….’આ શું નૌટંકી છે?
આ પણ વાંચો:પુતિનના નજીકના સાથી એલેક્ઝાન્ડર ડુગિનની હત્યાનો પ્રયાસ, કાર બ્લાસ્ટમાં પુત્રીનું મોત
