Chardham Yatra Uttarakhand/ ચારધામ યાત્રામાં 25 દિવસમાં 40 શ્રદ્ધાળુઓના મોત, જાણો શું છે કારણ?

Chardham Yatraમાં 25 દિવસમાં 40 શ્રદ્ધાળુઓના મોતથી ફફડાટ. કેદારનાથમાં સૌથી વધુ 22 મોત નોંધાયા. ઓક્સિજનની કમી અને હાર્ટ એટેક મુખ્ય કારણ. જાણો યાત્રા પૂર્વેની સાવચેતી.

Top Stories NATIONAL India
Chardham Yatra 2026

Chardham Yatra 2026: ઉત્તરાખંડમાં ચાલી રહેલી પવિત્ર ચારધામ યાત્રામાં આ વર્ષે શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. જોકે, આ ભક્તિની સફર સાથે મોતના આંકડાએ ચિંતા જન્માવી છે. 19 એપ્રિલથી શરૂ થયેલી આ યાત્રામાં અત્યાર સુધીમાં 12 લાખથી વધુ લોકોએ દર્શન કર્યા છે, પરંતુ ગમખ્વાર સમાચાર એ છે કે છેલ્લા 25 દિવસમાં જ 40 શ્રદ્ધાળુઓએ જીવ ગુમાવ્યા છે.

કેદારનાથ ધામમાં સ્થિતિ સૌથી ગંભીર

આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્રના રિપોર્ટ મુજબ, સૌથી વધુ જાનહાનિ બાબા કેદારના પાવન ધામમાં થઈ છે, જ્યાં 22 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા છે. આ ઉપરાંત અન્ય ધામોની વાત કરીએ તો બદ્રીનાથમાં 7, યમુનોત્રીમાં 6 અને ગંગોત્રીમાં 5 શ્રદ્ધાળુઓના મોત થયા છે.

કેમ થઈ રહ્યા છે મોત? આરોગ્ય વિભાગની ચેતવણી

આરોગ્ય વિભાગના નિષ્ણાંતોના મતે, ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં ઓક્સિજનની કમી અને હાર્ટ એટેક મોતના મુખ્ય કારણો બની રહ્યા છે. મેદાની વિસ્તારોમાંથી સીધા હાઈ-એલ્ટિટ્યુડ પર પહોંચતા શ્રદ્ધાળુઓના શરીર પર ઠંડી અને પાતળી હવાની ગંભીર અસર થાય છે. ખાસ કરીને વયસ્ક અને શ્વાસની બીમારી ધરાવતા લોકો માટે આ યાત્રા પડકારજનક સાબિત થઈ રહી છે.

Chardham Yatra: યાત્રિકો માટે ખાસ સૂચના

ઉત્તરાખંડ તંત્રએ શ્રદ્ધાળુઓને અપીલ કરી છે કે યાત્રા શરૂ કરતા પહેલા મેડિકલ ચેકઅપ ચોક્કસ કરાવો અને શરીરને પહાડી વાતાવરણ મુજબ ઢાળવા માટે પૂરતો આરામ લો. આ ઉપરાંત, જો શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવો જણાય, તો તાત્કાલિક નજીકના હેલ્થ કેમ્પનો સંપર્ક કરવા પણ સૂચના આપવામાં આવી છે


આ પણ વાંચો: ઉત્તરાખંડમાં ભારે વરસાદની ચેતવણી, ચારધામ યાત્રા 24 કલાક માટે બંધ

આ પણ વાંચો: ચારધામ યાત્રાનું આજથી રજીસ્ટ્રેશન શરૂ, જાણો કયા દસ્તાવેજની તમને જરૂર પડશે

આ પણ વાંચો: 30 એપ્રિલથી શરૂ થશે ચારધામ યાત્રા,આ વખતે REEL ક્રિએટર્સ માટે નો એન્ટ્રી