Shami Break Virat Record મોહમ્મદ શમીએ બેટિંગમાં ભારતના મહાન બેટ્સમેન વિરાટ કોહલીનો બેટિંગ રેકોર્ડ તોડ્યો તે સાંભળીને કે વાંચીને જ કોઈ વિચારમાં પડી જાય. પણઆ હકીકત છે.નાગપુર ટેસ્ટમાં આક્રમક બેટિંગ દરમિયાન શમીએ આ સિદ્ધિ મેળવી હતી. તેણે ત્રણ છગ્ગા અને બે ચોગ્ગા સાથે 37 રન બનાવવા દરમિયાન ટેસ્ટમાં સૌથી વધારે છગ્ગાનો વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો.
જો કે મોહમ્મદ શમી ભારતીય ટીમનો સ્ટાર ફાસ્ટ બોલર છે, Shami Break Virat Record પરંતુ તેનો બેટિંગ રેકોર્ડ પણ શાનદાર છે. ઘરઆંગણે શમીની સરેરાશ 45 થી વધુ છે અને 2017 થી ભારતમાં રમાયેલી ટેસ્ટ મેચોમાં તેનો સ્ટ્રાઈક રેટ 89 છે. શમીએ 61 ટેસ્ટની 85 ઇનિંગ્સમાં 2 અર્ધશતકની મદદથી 722 રન બનાવ્યા છે. નાગપુર ટેસ્ટમાં પણ તેણે ઓસ્ટ્રેલિયન બોલરોને પછાડ્યા હતા અને 47 બોલમાં 37 રન બનાવ્યા હતા. શમીએ ભારતને 223 રનની લીડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ ઇનિંગમાં તેણે 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ દરમિયાન શમીએ એવો રેકોર્ડ બનાવ્યો જેમાં બેટિંગમાં મહાન વિરાટ કોહલી પણ તેની પાછળ રહી ગયો.
ઘણા લોકોને એ સાંભળીને નવાઈ લાગશે કે મોહમ્મદ શમીએ વિરાટ કોહલીને Shami Break Virat Record પાછળ છોડી દીધો છે, પરંતુ આવું હકીકતમાં થયું છે. વિરાટ કોહલીએ અત્યાર સુધી ટેસ્ટ ક્રિકેટની 178 ઇનિંગ્સમાં માત્ર 24 સિક્સર ફટકારી છે. આ સાથે જ મોહમ્મદ શમીએ પોતાની 61મી મેચની 85મી ઇનિંગમાં 25 સિક્સર પૂરી કરી અને વિરાટ કોહલીને પાછળ છોડી દીધો. એટલું જ નહીં, વિરાટ સિવાય શમી અન્ય કેટલાક ભારતીય દિગ્ગજોથી પણ આગળ છે. તેની સંપૂર્ણ યાદી જોઈને તમને આશ્ચર્ય થશે.
વિરાટ કોહલી – 24 છગ્ગા
રાહુલ દ્રવિડ – 21 છગ્ગા
કેએલ રાહુલ – 17 છગ્ગા
ચેતેશ્વર પુજારા – 15 છગ્ગા
વીવીએસ લક્ષ્મણ – 5 છગ્ગા
મોહમ્મદ શમીની આ ઉપયોગી ઇનિંગના કારણે ભારતનો સ્કોર 400 સુધી Shami Break Virat Record પહોંચી ગયો. તેણે અક્ષર પટેલ સાથે 9મી વિકેટ માટે 52 રનની શાનદાર ભાગીદારી કરી હતી. આ ભાગીદારીમાં તેણે 37 રન બનાવ્યા હતા. તેણે ઓસ્ટ્રેલિયાના સૌથી સફળ બોલર ટોડ મર્ફી પર હુમલો કર્યો જેણે 7 વિકેટ લીધી. વાઈસ-કેપ્ટન કેએલ રાહુલ સિવાય, તેણે પૂજારા, કોહલી, સૂર્યા અને ભરત જેવા બેટ્સમેન કરતાં આ ઇનિંગમાં વધુ અને ઉપયોગી રન બનાવ્યા. મોહમ્મદ શમી અગાઉ પણ સારી બેટિંગ કરતો રહ્યો છે. તેણે અગાઉ પણ ઘરઆંગણે અને વિદેશમાં ઉપયોગી બેટિંગ કરી છે. તેણે હંમેશા આક્રમક બેટિંગ કરીને ઘણી વખત હરીફોના છક્કા છોડાવી દીધા છે. શમી હંમેશા આક્રમક રીતે જ બેટિંગ કરવા જાણીતો છે. તેણે ઘણી વખત હરીફ ટીમોની તેની આક્રમક બેટિંગથી હતપ્રભ પણ કરી નાખી છે. ભારતને નીચલા ક્રમમાં તેની આક્રમક બેટિંગનો ફાયદો પણ મળ્યો છે અને ભવિષ્યમાં પણ મળતો રહેશે.
આ પણ વાંચોઃ
