અશ્વિન સામે ઓસ્ટ્રેલિયા ધરાશાયી/ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ ભારતે ઇનિંગ્સ અને 132 રને જીતી

બોર્ડર-ગાવસ્કર સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતના સ્ટ્રાઇક સ્પિનર રવિચંદ્રન અશ્વિન સામે ઓસ્ટ્રેલિયા ધરાશાયી થતાં ભારતે નાગપુર ટેસ્ટ 1-0થી જીતી લીધી હતી.

Top Stories Sports
Ashwin strike
  • ભારતની 223 રનની લીડ સામે ઓસ્ટ્રેલિયા બીજી ઇનિંગ્સમાં 91 રનમાં ઓલઆઉટ
  • અશ્વિને પાંચ વિકેટ ઝડપતા ઓસ્ટ્રેલિયાનો ધબડકો
  • રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ બે-બે વિકેટ ઝડપી
  • ઓલરાઉન્ડ દેખાવ કરનારા જાડેજા મેન ઓફ ધ મેચ

Ashwin Strike બોર્ડર-ગાવસ્કર સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ભારતના સ્ટ્રાઇક સ્પિનર રવિચંદ્રન અશ્વિન સામે ઓસ્ટ્રેલિયા ધરાશાયી થતાં ભારતે નાગપુર ટેસ્ટ 1-0થી જીતી લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગ્સમાં જાડેજા સામે તો Ashwin Strike બીજી ઇનિંગ્સમાં અશ્વિન સામે ઘૂંટણ ટેકવી દીધા હતા. આમ સ્પિન સામે રમવાની ઓસ્ટ્રેલિયાની નબળાઈ ફરીથી છતી થઈ હતી. આ વિજયની સાથે ભારતે ચાર ટેસ્ટની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.

ઓસ્ટ્રેલિયાનો આધારભૂત બેટ્સમેન સ્ટીવ સ્મિથ બીજા છેડેથી Ashwin Strike કોઈપણ સમર્થન ન મળતા 25 રને અણનમ રહ્યો હતો. સમગ્ર મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરનારા જાડેજાને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. જાડેજાએ પહેલી ઇનિંગ્સમાં પાંચ વિકેટ ઝડપી હતી અને ઉપયોગી હાફ સેન્ચુરી પણ ફટકારી હતી. તેના લીધે ભારતને ઓસ્ટ્રેલિયા પર 223 રનની જંગી સરસાઈ મેળવવામાં મદદ મળી હતી.

નાગપુરના વિદર્ભ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ ખાતે ચાર મેચની શ્રેણીની Ashwin Strike પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ઇનિંગ્સ અને 132 રનથી હરાવ્યું હતું. રવિચંદ્રન અશ્વિને પાંચ વિકેટ લીધી હતી, રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ બે વિકેટ લીધી હતી કારણ કે ભારતે મહેમાનોની બીજી ઇનિંગમાં ઓસ્ટ્રેલિયાને 91 રનમાં ઓલઆઉટ કર્યું હતું. ટેસ્ટ ક્રિકેટમાં રવિચંદ્રન અશ્વિનની આ 31મી પાંચ વિકેટ હતી. ભારતમાં તેના કરતાં વધારે અનિલ કુંબલેએ એક ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ 35 વખત લીધી છે.

અગાઉ, રોહિત શર્માના 120 અને અક્ષર પટેલના 84 રનની મદદથી ભારતે Ashwin Strike પ્રથમ ઇનિંગ્સમાં 400 રન કર્યા હતા. આમ ભારતને 223 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ટેસ્ટ રમતા  મર્ફીએ સાત વિકેટો ખેડવી હતી પરંતુ અન્ય ઓસ્ટ્રેલિયન બોલરોના સમાન સારા સમર્થનનો અભાવ હતો. મુલાકાતી સુકાની પેટ કમિન્સે રમતમાં પ્રથમ બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. રવિન્દ્ર જાડેજાની પાંચ વિકેટના કારણે ભારતે ઓસ્ટ્રેલિયાને 177 રનમાં આઉટ કરી દીધું હતું. રવિન્દ્ર જાડેજાએ બીજી ઇનિંગ્સમાં બે વિકેટ ઝડપતા તેની વિકેટોનો આંક 249 પર પહોંચ્યો છે. હવે તેને 250 વિકેટ પૂરી કરવામાં એક જ વિકેટ ખૂટે છે.

આ પણ વાંચોઃ

સગીર પર બળાત્કાર/ દિલ્હીમાં સગીર બાળકો પણ સલામત નહીઃ પાંચ જણે સગીર બાળક પર વારંવાર કર્યો બળાત્કાર

દિલ્હી/ ઇસ્લામ બહારથી આવ્યો તે ખોટું છે. ઇસ્લામ સૌથી જૂનો ધર્મ છે: મૌલાના મહમૂદ મદની

મોદી-ફિઝિયોથેરપી/ સારો ફિઝિયોથેરપિસ્ટ એ જેની દર્દીને વારંવાર જરૂર ન પડેઃ મોદી