Not Set/ ચુડા તાલુકાના વેજળકા ગામે નરાધમે 13 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર ચુડા તાલુકાના વેજળકા ગામનો શંકર ધરજીયાએ 13 વર્ષની બાળકીને ભોળવી અવાવરું જગ્યાએ લઈ જઈ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. છએક મહિના પછી બાળકીના પિતાએ કુંટુબીજન સાથે બોટાદની ન્યુ પુજા હોસ્પિટલમાં દાખલ કરી હતી. ન્યુ પુજા હોસ્પિટલના MD ડીગ્રી ધરાવતા ડૉક્ટર બી.ડી.ગાબાણી અને સ્ટાફે પૈસાની લાલચમાં આવી 13 વર્ષની બાળકીના જીવને […]

Gujarat Others
707725eb193956c296eca192430567ed ચુડા તાલુકાના વેજળકા ગામે નરાધમે 13 વર્ષની બાળકી પર આચર્યું દુષ્કર્મ

@સચિન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ચુડા તાલુકાના વેજળકા ગામનો શંકર ધરજીયાએ 13 વર્ષની બાળકીને ભોળવી અવાવરું જગ્યાએ લઈ જઈ 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. છએક મહિના પછી બાળકીના પિતાએ કુંટુબીજન સાથે બોટાદની ન્યુ પુજા હોસ્પિટલમાં દાખલ કરી હતી.

ન્યુ પુજા હોસ્પિટલના MD ડીગ્રી ધરાવતા ડૉક્ટર બી.ડી.ગાબાણી અને સ્ટાફે પૈસાની લાલચમાં આવી 13 વર્ષની બાળકીના જીવને જોખમમાં મૂકી કાયદાનું ઉલ્લંઘન કરી 6 માસના ગર્ભનો પાત કર્યો હતો. મૃત ભૃણ થેલીમાં ભરી કુંટુબીજનોને સોંપી દીધું હતું. ગર્ભપાતનું દર્દ સહન નહીં થતાં સગીરાની તબીયત લથડી હતી.

સગીરાના કાકીને પિતાએ ઘટનાની જાણ કરી મૃત ભૃણ દેખાડી ઢાંકપિછોડો કરવાનું કહ્યું. પેટના જણ્યા કરતા પણ વધુ પ્રેમ આપી મોટી કરેલી ભત્રીજી સાથે દુષ્કર્મ કરનાર શખ્સ, ગર્ભપાત કરાવનાર કુંટુબીજનો, ગર્ભપાત કરનાર ડૉક્ટર અને સ્ટાફ સામે ચુડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

પીએસઆઈ નિર્મળાબેન સાંકતે બોટાદથી ડૉ.બીડી.ગાબાણી અને 2 સ્ટાફ નર્સને ઝડપી લીધા હતા. જો કે કોવીડ-19 ટેસ્ટ બાદ ડૉક્ટર અને સ્ટાફની અટકાયત કરવામાં આવશે. કાળા કામ માટે વખોડાયેલી ન્યુ પુજા હોસ્પિટલને તાળા મારી દેવામાં આવ્યા છે. દુષ્કર્મ આચરનાર શંકર ધરજીયા અને ગર્ભપાત કરાવનાર કુંટુબીજનોની શોધખોળ તેજ કરી દેવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.