સુનાવણી/ ગુજરાતની 1101 હોસ્પિટલો પાસે ફાયર સેફટીની સુવિધા નથી, સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઇ શકે છે

ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ મુકેશ પુરીએ સોગંદનામામાં જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં 5705 હોસ્પિટલો છે. તેમાંથી 4604 પાસે ફાયર વિભાગની એનઓસી છે, પરંતુ 1101 પાસે નથી

Top Stories
suprimecourt ગુજરાતની 1101 હોસ્પિટલો પાસે ફાયર સેફટીની સુવિધા નથી, સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી થઇ શકે છે

રાજકોટની હોસ્પિટલમાં આગ લાગ્યા બાદ કોરોના દર્દીઓના મોત અંગે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. તેના જવાબમાં આ સોગંદનામું દાખલ કરવામાં આવ્યું છે. આ મામલે સોમવારે સુનાવણી થાય તેવી શક્યતા છે.ગુજરાત સરકારે સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે રાજ્યની 1101 હોસ્પિટલો પાસે હજુ પણ ફાયર સેફ્ટી સર્ટિફિકેટ નથી. આ પ્રમાણપત્રો ગુજરાત ફાયર સેફ્ટી એન્ડ સર્વાઇવલ મેઝર્સ એક્ટ હેઠળ આપવામાં આવે છે.

ગુજરાતના રાજકોટ શહેરની એક કોવિડ હોસ્પિટલમાં આગ લાગી હતી તેમાં ઘણા દર્દીઓના મોત થયા હતા બાદમાં સુપ્રીમ કોર્ટે નોંધ લીધી હતી અને   જાહેર હિતની અરજી દાખલ કરી હતી. આ પછી, ગુજરાત સરકાર તરફથી રાજ્યની હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી વ્યવસ્થા અંગે નોટિસ આપવામાં આવી હતી અને જવાબ માંગવામાં આવ્યો હતો. તાજેતરમાં ગુજરાત સરકારે આ અંગે સોગંદનામું દાખલ કર્યું છે.

સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે વધુ સુનાવણી કરે તેવી શક્યતા છે. આ દરમિયાન, રાજ્યમાં કોવિડ -19 દર્દીઓની યોગ્ય સારવાર અને મૃતદેહોને સન્માનજનક રીતે અંતિમવિધિ કરવા પર વિચાર કરી શકાય છે.ગુજરાતના શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ મુકેશ પુરીએ સોગંદનામામાં જણાવ્યું છે કે હાલમાં રાજ્યમાં 5705 હોસ્પિટલો છે. તેમાંથી 4604 પાસે ફાયર વિભાગની એનઓસી છે, પરંતુ 1101 પાસે નથી. અરજદાર હોસ્પિટલ આગ નિવારણની તમામ વ્યવસ્થા કરે ત્યારબાદ જ એનઓસી આપવામાં આવે છે.

ગુજરાત સરકારે લીધેલા પગલાઓની વિગતો આપતાં સોગંદનામામાં કહેવામાં આવ્યું છે કે 1500 હોસ્પિટલોને ફાયર સેફ્ટી નિયમોનું પાલન ન કરતા કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. 30 હોસ્પિટલોના પાણીના જોડાણો કાપી નાખવામાં આવ્યા છે. 185 હોસ્પિટલોને આંશિક રીતે સીલ કરવામાં આવી છે. આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કે આ હોસ્પિટલો ફાયર સેફ્ટીના નિયમોનું પાલન કરે,  નિયમોનું પાલન કર્યા બાદ જ હોસ્પિટલોને ખોલવાની મંજૂરી આપવામાં આવે છે.