@સલમાન ખાન, જામનગર
જામનગરમાં ભૂમાફિયા બેખોફ થઈગયા છે. સરકારના કાયદાની ઐસીતૈસી કરી રહ્યા છે. સરકાર દ્વારા જામનગરમાં ભૂમાફિયા વિરુદ્ધ હાલમાં જ લેન્ડ ગ્રેબિંગ અને ગુજ્સી કોક જેવા કાયદા લાગુ કરવામાં આવ્યા છે. પરંતુ ગુનાખોરીની દુનિયાના માફિયા હમ નહી સુધરેંગે ની માફક માફક વર્તી રહ્યા છે.
જેની વિરુદ્ધ ગુજ્સીટોક વિરુદ્ધ ગુનો નોધાયો છે એવા ભૂમાફિયા જયેશ પટેલને જેની સાથે છે મનદુઃખ એવા એક શખ્સ આજે સવારે જ ફાયરિંગ થયું છે. કુખ્યાત જમીન માફિયા જયેશ પટેલએ જેને પતાવી દેવાની ધમકી આપી હતી એ ટીના પેઢડિયા પર સવારમાં જ ફાયરિંગ થતા સનસનાટી મચી ગઇ છે.
પશ્ચિમ બંગાળ / મમતા સરકાર વિધાનસભામાં કૃષિ કાયદા વિરુદ્ધ ઠરાવ લાવશે, પાંચ રાજ્યો પહેલા જ ઠરાવ પસાર કરી ચુક્યા છે
લાલપુર રોડ પર રહેતા ટીનાભાઈ પેઢડીયા આજે સવારે પોતાના ઘરેથી ઇવા પાર્ક ખાતેની પોતાની સાઇટ પર પહોંચ્યા ત્યાં જ અજાણ્યા શખ્સોએ તેની પર ધડાધડ ફાયરિંગ કર્યું હતું. જેમાં એક ગોળી ટીનાભાઈના મોઢાના ભાગે ઘુસી ગઈ હતી. આ બનાવને અંજામ આપી આરોપીઓ નાસી ગયા હતા. આ બનાવના પગલે ઘાયલને તાત્કાલિક ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. બીજી તરફ અજાણ્યા શખ્સોને પકડી પાડવા માટે એલસીબી, એસઓજી અને જિલ્લાભરની પોલીસ નાકાબંધીમાં લાગી ગઈ હતી.
ઘાયલ ટીનાભાઈ ત્યારે ચર્ચામાં આવ્યા હતા જ્યારે જયેશ પટેલ દ્વારા વકીલ કિરીટ જોશીની હત્યા કરવામાં આવી હતી ત્યારે જયેશ પટેલે આ ટીનાભાઈને ફોન કરી ધમકી આપી હતી. આ મનદુઃખને લઈને જયેશ પટેલ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યું હોવાની થિયરી પર પોલીસ હાલ કામે લાગી છે.
Weather / રાજ્યમાં હાડ થીજવતી ઠંડી, નલિયા ઠંડુગાર, સાત શહેરમાં 10 ડિગ્રીથી નીચે તાપમાન
Morbi / માળીયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત, વહેલી સવારમાં ચાર લોકોને કાળ ભેટ્યો
Delhi violence case / લાલ કિલ્લા પર હિંસામાં ઘાયલ થયેલ મહિલા કોન્સ્ટેબલે કહ્યું ડરામણું વાતાવરણ હતું
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…