Harni Boat Accident/ ગુજરાત હાઈકોર્ટનો આદેશ: તમામ બોટિંગ કરાવતી હોડીઓનું લાયસન્સ હોવું ફરજીયાત

દુર્ઘટનામાં બધા આપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતકોના ફેમિલી મેમ્બરની જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે.  રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટસ હોય તેની માહિતી આપવામાં આવી છે. જે જગ્યાએ સેફ્ટીના નિયમો હતા ત્યાં જ બોટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 21T170224.332 ગુજરાત હાઈકોર્ટનો આદેશ: તમામ બોટિંગ કરાવતી હોડીઓનું લાયસન્સ હોવું ફરજીયાત

Gujarat High Court News: વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોતના મામલે આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સરકારે એફિડેવિટ ફાઈલ કરી હતી. હાઈકોર્ટે આજે જવાબ આપતાની સાથે ચેતવણી પણ આપી છે. સરકારે એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે, 40માંથી 21 લેકમાં સલામતીના કોઈ જ સાધનો નહોતા.

વડોદરામાં હરણી બોટ દુર્ઘટનામાં 12 બાળકો અને બે શિક્ષકોના મોત થયા હતા. આ દુર્ઘટનામાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો ઉપર આજે હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી. સરકારે એફિડેવિટ ફાઈલ કરી હતી. સરકારે એફિડેવિટમાં સ્વીકાર્યું છે કે, 40માંથી 21 લેકમાં સલામતીના કોઈ જ સાધનો નહોતા. સલામતી સાધનો ન હોવાથી બોટિંગ બંધ કરાયું છે. જ્યારે 19માં બોટિંગ ચાલી રહ્યું છે. નળ સરોવરમાં લાઈફ જેકેટ પહેરાવવાનું શરૂ કરવામાં આવ્યું છે.

દુર્ઘટનામાં બધા આપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મૃતકોના ફેમિલી મેમ્બરની જરૂરી વિગતો કોર્ટ સમક્ષ મૂકવામાં આવી છે.  રાજ્યમાં આવેલી વોટર બોડીઝ જ્યાં બોટિંગ અને વોટર સ્પોર્ટસ હોય તેની માહિતી આપવામાં આવી છે. જે જગ્યાએ સેફ્ટીના નિયમો હતા ત્યાં જ બોટિંગ કરવાની મંજૂરી આપવામાં આવી છે.

વડોદરા દુર્ઘટનામાં 21 આરોપીઓમાંથી 20ની ધરપકડ કરવામાં આવી છે. એકનું અગાઉ નિધન થઈ ચુક્યુ છે. અર્બન વિભાગ દ્વારા 13 મેમ્બરની કમિટી બનાવાઈ છે. જે વોટર બોડીઝમાં પ્રવૃતિ માટે લીગલ ફ્રેમવર્ક, બાંહેધરી, નિયમો બનાવવા ઉપર કામ કરશે.

ગુજરાત હાઈકોર્ટે વડોદરામાં હરણી બોટ દુર્ઘટના મામલે આદેશ આપતા જણાવ્યું કે,તમામ બોટમાં લાઈફ જેકેટ અને તરવૈયાઓ હોવા જોઈએ. બોટિંગ કરાવતી બોટનું લાયસન્સ હોવું ફરજીયાત છે. આવી ઘટના ફરીથી ના બને તે માટે સરકારે કાળજી રાખવી પડશે.

 


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પશ્ચિમ કચ્છમાં આવેલા ભુજમાં બે દિવસ CNG ગેસ વિતરણ વ્યવસ્થા બંધ રખાશે…

આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી