Not Set/ પેરિસમાં મોંઘવારી મામલે હિંસક વિરોધ બાદ રાષ્ટ્રપતિએ કરી આ મહત્વપૂર્ણ ઘોષણા

ફ્રાંસમાં છેલ્લા ઘણા દિવસોથી મોંઘવારીને લઈને હિંસક પ્રદર્શન ચાલુ હતા. યેલો વેસ્ટ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મોંઘવારીનો આક્રોશ ઠાલવ્યો હતો. હાલમાં જ રાષ્ટ્રપતિ મૈક્રોએ મહત્વપૂર્ણ ઘોષણા કરી છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં કેટલીક નીતિઓની ઘોષણા કરી છે.તેમણે કહ્યું કે અમે આર્થિક અને સામાજિક આકાંક્ષાઓ તથા માંગને પૂરી કરીશું. ઝડપથી અમે ટેક્સમાં ઘટાડો કરશું. અમારા […]

World Trending
macron congress m પેરિસમાં મોંઘવારી મામલે હિંસક વિરોધ બાદ રાષ્ટ્રપતિએ કરી આ મહત્વપૂર્ણ ઘોષણા

ફ્રાંસમાં છેલ્લા ઘણા દિવસોથી મોંઘવારીને લઈને હિંસક પ્રદર્શન ચાલુ હતા. યેલો વેસ્ટ પ્રદર્શનકારીઓએ રાષ્ટ્રપતિ વિરુદ્ધ મોંઘવારીનો આક્રોશ ઠાલવ્યો હતો.

હાલમાં જ રાષ્ટ્રપતિ મૈક્રોએ મહત્વપૂર્ણ ઘોષણા કરી છે.

સુત્રોના જણાવ્યા પ્રમાણે રાષ્ટ્રપતિએ પોતાના ભાષણમાં કેટલીક નીતિઓની ઘોષણા કરી છે.તેમણે કહ્યું કે અમે આર્થિક અને સામાજિક આકાંક્ષાઓ તથા માંગને પૂરી કરીશું.

ઝડપથી અમે ટેક્સમાં ઘટાડો કરશું. અમારા ખર્ચાઓ પર નિયંત્રણ રાખશું પણ યુ-ટર્ન નહિ લઈએ.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે કેટલાક લોકોને લાગતું હશે કે આ મારી પ્રાથમિકતા નથી, મારી પ્રાથમિકતા કઈક બીજી છે. હું મારી પુરી જવાબદારી લઉં છુ. મને ખબર છે કે મારા શબ્દોના લીધે ઘણા લોકોના દિલ દુઃખ્યા છે.

રાષ્ટ્રપતિએ કહ્યું કે સરકાર એક જાન્યુઆરીથી સંઘર્ષ કરી રહેલા કામદારની મદદ માટે આદેશ બહાર પાડવામાં આવશે. ન્યુનતમ મજુરીમાં માસિક દર ૧૦૦ યુરો એટલે કે ૯૦ પાઉન્ડ વધારવામાં આવશે.

ઓવર ટાઇમ પર કોઈ પણ પ્રકારનો ટેક્સ નહી લગાવવામાં આવે. ૨૦૦૦ યુરોથી ઓછી રકમનું પેન્શન પર લગાવવામાં આવતા કરને રદ્દ કરી દીધું છે.

૧૭ નવેમ્બરથી ફ્રાંસમાં મૈક્રોની નીતિઓ મામલે પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. યેલો જેકેટ પહેરીને લાખોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. પોલીસે ૧૭૦૦ લોકોની ધરપકડ કરી છે.