Business News/ અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ્સમાં ₹8,339 કરોડનું રોકાણ કર્યું, જાણો શેરની સ્થિતિ

ઉદ્યોગપતિ ગૌતમ અડાણીના પરિવારે અંબુજા સીમેન્ટમાં વધારાના 8,399 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આ સાથે કંપનીમાં તેમની હિસ્સેદારી વધીને 70.3 ટકા થઇ ગઇ છે.

Business Trending
Cricket Tutorials YouTube Thumbnail 30 અદાણી ગ્રુપે અંબુજા સિમેન્ટ્સમાં ₹8,339 કરોડનું રોકાણ કર્યું, જાણો શેરની સ્થિતિ

ઉદ્યોગપતિ ગૌતમ અડાણીના પરિવારે અંબુજા સીમેન્ટમાં વધારાના 8,399 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે. આ સાથે કંપનીમાં તેમની હિસ્સેદારી વધીને 70.3 ટકા થઇ ગઇ છે. આ પગલાથી સીમેન્ટની કંપનીની ઉત્પાદન ક્ષમતામાં વધારો થવાની આશંકા છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યુ છે કે આડાણી પરિવારે આ પહેલા 18 ઓક્ટોબર 2022માં કંપનીમાં 5,000 કરોડ રૂપિયા, 28 માર્ચ 2024માં 6,661 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.આ નવીનતન રોકાણ સાથે 20,000 કરોડ રૂપિયાની યોજના પૂરી કરી છે.

20,000 કરોડનું કુલ રોકાણ
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ‘કંપનીના પ્રમોટર અદાણી પરિવારે કંપનીમાં રૂ. 8,339 કરોડનું રોકાણ કરીને વોરંટ પ્રોગ્રામમાં સંપૂર્ણ સબ્સ્ક્રાઇબ કર્યું છે. કુલ રોકાણ રૂ. 20,000 કરોડ છે.”નવીનતમ રોકાણ સાથે, અંબુજા સિમેન્ટમાં અદાણી પરિવારનો હિસ્સો 3.6 ટકા વધ્યો છે. એકંદરે, અંબુજા સિમેન્ટમાં તેનો હિસ્સો 63.2 ટકાથી વધીને 70.3 ટકા થયો છે. અદાણી ગ્રુપે વર્ષ 2022માં સ્વિસ કંપની હોલ્સિમ પાસેથી અંબુજા અને ACC ખરીદવા માટે 10.5 અરબના સોદા પર હસ્તાક્ષર કરીને સિમેન્ટ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો.

વૃદ્ધિ માટે પૈસા ઉપયોગી થશે
અંબુજા સિમેન્ટ્સ લિ. અજય કપૂર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) એ જણાવ્યું હતું કે, “અમે અંબુજામાં અદાણી પરિવારના રૂ. 20,000 કરોડના પ્રારંભિક રોકાણને પૂર્ણ કરવાની જાહેરાત કરતાં ઉત્સાહિત છીએ. આ રોકાણ ઝડપી વૃદ્ધિ માટે મૂડી સાથે અંબુજાની બેલેન્સ શીટને મજબૂત બનાવે છે.”બાર્કલેઝ બેંક PLC, MUFG બેંક, મિઝુહો બેંક અને સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેંકે આ વ્યવહાર માટે સલાહકાર તરીકે કામ કર્યું હતું.

1,22,514.31 કરોડ રૂપિયા કંપનીનો માર્કેટ કેપ છે.
અંબુજા સીમેન્ટના શેર મંગળવારે 1.68 ટકા અથવા 10.20 રૂપિયાના વધારા સાથે 617 રૂપિયા પર બંધ થયો હતો. જ્યારે 52 સપ્તાહનું નીચલું સ્તર રૂ. 373.30 છે. મંગળવારે BSE પર કંપનીનું માર્કેટ કેપ રૂ. 1,22,514.31 કરોડ પર બંધ થયું હતું.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Entertainment/બીગબોસ 17ના આ કપના બ્રેકઅપની ચર્ચા, ઇન્સ્ટાગ્રામ દ્વારા મળ્યા સંકેત

આ પણ વાંચો:Entertainment/સલમાન ખાનના ઘરે પહોંચ્યા એકનાથ શિંદે, મીટિંગ દરમિયાન સલીમ ખાન પણ રહ્યા હાજર

આ પણ વાંચો:Priyanka Chopra/ઇજાગ્રસ્ત ચહેરો, સૂજી ગયેલી આંખો અને લોહીથી લથપથ… પ્રિયંકા ચોપરાને શું થયું?