Not Set/ ધોની – સંગાકારા જેવા દિગ્ગજ ન કરી શક્યા તે રેકોર્ડ બાંગ્લાદેશના આ વિકેટકીપરે કર્યો પોતાનો નામે

દુબઈ, વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહિમના શાનદાર સદીના સહારે બાંગ્લાદેશની ટીમે એશિયા કપની પ્રથમ મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. રહિમે આ મેચમાં ૧૫૦ બોલમાં ૧૪૪ રનની મેચ વિનિંગ રમી હતી. આ શાનદાર ઇનિંગ્સ સાથે જ મુશફિકુર રહિમે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રહિમે આ મામલે ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અને શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર […]

Trending Sports
NtZ9HX4N ધોની - સંગાકારા જેવા દિગ્ગજ ન કરી શક્યા તે રેકોર્ડ બાંગ્લાદેશના આ વિકેટકીપરે કર્યો પોતાનો નામે

દુબઈ,

વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહિમના શાનદાર સદીના સહારે બાંગ્લાદેશની ટીમે એશિયા કપની પ્રથમ મેચમાં શાનદાર વિજય મેળવ્યો છે. રહિમે આ મેચમાં ૧૫૦ બોલમાં ૧૪૪ રનની મેચ વિનિંગ રમી હતી.

આ શાનદાર ઇનિંગ્સ સાથે જ મુશફિકુર રહિમે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. રહિમે આ મામલે ભારતના પૂર્વ કેપ્ટન એમ એસ ધોની અને શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારાનો રેકોર્ડ તોડ્યો છે.

qck 1537045473 1 ધોની - સંગાકારા જેવા દિગ્ગજ ન કરી શક્યા તે રેકોર્ડ બાંગ્લાદેશના આ વિકેટકીપરે કર્યો પોતાનો નામે
sports-mushfiqur-rahim-kumar-sangakkara-ms-dhoni-record-asia-cup-bangladesh

મુશફિકુર રહીમે એશિયા કપની ટુર્નામેન્ટમાં વિકેટકીપર બેટ્સમેન તરીકે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર (૧૪૪) બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

આ પહેલા કુમાર સંગાકારાએ જુન, ૨૦૦૮માં રમાયેલા એશિયા કપમાં બાંગ્લાદેશની સામે ૧૨૧ રન બનાવ્યા હતા, જયારે એમ એસ ધોનીએ ૨૦૦૮માં હોંગકોંગ સામે ૧૦૯ રનની ઇનિંગ્સ રમી હતી.

DnJM6mqW0AEDAIa ધોની - સંગાકારા જેવા દિગ્ગજ ન કરી શક્યા તે રેકોર્ડ બાંગ્લાદેશના આ વિકેટકીપરે કર્યો પોતાનો નામે
sports-mushfiqur-rahim-kumar-sangakkara-ms-dhoni-record-asia-cup-bangladesh

જો કે એશિયા કપમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર બનાવવાના મામલે રહીમ બીજા સ્થાને પહોચ્યો છે. આ પહેલા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ૨૦૧૨માં પાકિસ્તાન સામે ૧૮૩ રનની ઇનિંગ્સ રમી હતી.

મહત્વનું છે કે, શનિવારથી શરુ થયેલા એશિયા કપની પ્રથમ મેચમાં બાંગ્લાદેશની ટીમે મોટો ઉલટફેર કરતા શ્રીલંકાને ૧૩૭ રને ધૂળ ચટાડી છે. બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહિમના શાનદાર સદી (૧૪૪)ના સહારે ૨૬૧ રન બનાવ્યા હતા, જેની સામે શ્રીલંકન ટીમ માત્ર ૧૨૪ રનમાં તંબુભેગી થઇ ગઈ હતી અને ૧૩૭ રને હાર થઇ હતી.