Not Set/ જુન થી ટીવી , ફ્રીજ ના ભાવ આ કારણો થી વધી શકે છે.

આવતા મહિના થી ટેલીવિઝન, ફ્રીજ અને વોશિંગ મશીન સહીત અન્ય સામાન મોંઘો થઇ શકે છે. કન્ઝ્યુમર્સ ડયુરેબલ ફ્ર્મ્સે આ માટેના સંકેત આપ્યા છે.  તેમનું કહેવાનું છે કે કાચા તેલ અને રૂપિયા ના થયેલા પતન ની આ  અસર  છે. જુન માં વધી શકે છે ભાવ વ્હર્લપૂલ ઇન્ડિયા ના મેનેજીંગ ડાયરેક્ટર સુનીલ ડીસુઝા એ કહ્યું કે કાચા […]

Business
ac 1 જુન થી ટીવી , ફ્રીજ ના ભાવ આ કારણો થી વધી શકે છે.

આવતા મહિના થી ટેલીવિઝન, ફ્રીજ અને વોશિંગ મશીન સહીત અન્ય સામાન મોંઘો થઇ શકે છે. કન્ઝ્યુમર્સ ડયુરેબલ ફ્ર્મ્સે આ માટેના સંકેત આપ્યા છે.  તેમનું કહેવાનું છે કે કાચા તેલ અને રૂપિયા ના થયેલા પતન ની આ  અસર  છે.

જુન માં વધી શકે છે ભાવ

વ્હર્લપૂલ ઇન્ડિયા ના મેનેજીંગ ડાયરેક્ટર સુનીલ ડીસુઝા એ કહ્યું કે કાચા તેલ ના વધી રહેલા ભાવ અને રૂપિયા માં થયેલા પતન નો પ્રભાવ આ બધી ચીજો પર પડતો હોય છે એટલા માટે આ આશંકા છે કે આ ઉત્પાદનો નો ભાવ આવનારા સંમય માં વધી શકે છે. તેમ છતાં ભાવ ક્યારે વધશે તેના પર એમને કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી પરંતુ તેમને એવો સંકેત જરૂર આપ્યો છે કે જુન થી ભાવ વધવાની શરૂઆત થઇ શકે છે.

આ અસર છે રૂપિયામાં થયેલા પતન ની

સુનીલ ડીસુઝા એ એવું પણ કહ્યું છે કે  કાચા માલ ની આયાત કીમતનો કંપની ના ખર્ચ પર ખાસ્સો પ્રભાવ હોય છે. તથા ડોલર સામે રૂપિયો નબળો પડતા તેની અસર કંપની ના ઉત્પાદનો પર પણ પડશે, જેના કારણે પણ ભાવ વધી શકે છે.

ડીસુઝાએ એવું પણ કહ્યું કે ચાલુ નાણાકીય વરસ માં કન્ઝ્યુમર્સ ડયુરેબલની માંગ સારી રહેવાની સંભાવના  છે. તેમના કહેવા પ્રમાણે સારું જીડીપી , સારો વરસાદ અને ગામડાઓ માં થયેલા વિદ્યુતીકરણ થી માંગ ના આંકડા બે-ગણા થઇ શકે છે.