Google Salary/ ગૂગલનો આ કર્મચારી 2 કલાક કામ કરીને 4.1 કરોડ રૂપિયા કમાય છે! આ જોઈને મસ્કનુ રિએકશન

ગૂગલનો એક કર્મચારી દિવસમાં માત્ર 2 કલાક કામ કરે છે અને તેના માટે કંપની તેને $500,000 (રૂ. 4.1 કરોડ)નો આશ્ચર્યજનક પગાર આપે છે.

Trending Business
Google employe

તમારી ઓફિસ ગમે તેટલી દયાળુ કેમ ના  હોય, તમારે દિવસમાં ઓછામાં ઓછા 7 થી 8 કલાક કામ કરવું પડશે, અને જો તમારો પગાર લાખોમાં હોય તો પણ તમે ખરેખર નસીબદાર અને પ્રતિભાશાળી છો. તમે દિવસભર જે Google  પર મહત્વપૂર્ણ અને બિન-જરૂરી વસ્તુઓ સર્ચ કરો છો,ત્યાના કર્મચારીને માત્ર 2 કલાક કામ કરવાનો જેટલી સેલેરી મળે છે તેનાથી તમે જ નહિ પરંતુ દુનિયાની સૌથી અમીર વ્યક્તિ એલોન મસ્ક, પણ ચોંકી ગયા છે.

2 કલાકમાં 5 મિલિયન ડોલરની કમાણી 

વાસ્તવમાં ગૂગલના એક કર્મચારીનું ટ્વીટ ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. એક વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે Google નો કર્મચારી દિવસમાં માત્ર 2 કલાક કામ કરે છે અને તેના માટે કંપની દ્વારા તેને $500,000 (રૂ. 4.1 કરોડ)નો આશ્ચર્યજનક પગાર ચૂકવવામાં આવે છે. આ વાયરલ ટ્વિટ પર દુનિયાભરમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે. લોકો તેને ખૂબ શેર કરી રહ્યા છે.

સેલેરી સાંભળીને ચોંકી ગયો મસ્ક!

જ્યારે આ ટ્વિટ એટલું વાયરલ થઈ રહ્યું છે ત્યારે ટ્વિટરના માલિક ઈલોન મસ્ક તેનાથી કેવી રીતે દૂર રહી શકે. જ્યારે આ ટ્વીટ તેની સામેથી પસાર થયું ત્યારે તે પોતાની જાતને તેના પર પ્રતિક્રિયા આપતા રોકી શક્યો નહીં. આટલા પગારની ટ્વીટ પર મસ્કની પ્રતિક્રિયા પણ આવી. મસ્કે કહ્યું, “WOW”

4 4 ગૂગલનો આ કર્મચારી 2 કલાક કામ કરીને 4.1 કરોડ રૂપિયા કમાય છે! આ જોઈને મસ્કનુ રિએકશન

આ પોસ્ટ કોણે કરી?

આ પોસ્ટ @nearcyan હેન્ડલ સાથે ટ્વિટર વપરાશકર્તા દ્વારા કરવામાં આવી હતી, જેણે Google ના બે કર્મચારીઓ સાથે રાત્રિભોજનની વાતચીતનો ઉલ્લેખ કર્યો હતો. વાતચીતને કારણે કર્મચારીઓ મૈત્રીપૂર્ણ સ્પર્ધામાં ભાગ લેતા હતા, જેઓ સૌથી ઓછા કલાકો કામ કરે છે તે અંગે બડાઈ મારતા હતા. આશ્ચર્યજનક રીતે, તેમાંથી એકે દિવસમાં માત્ર બે કલાક કામ કરીને પ્રભાવશાળી $500,000 કમાયા હોવાનો દાવો કર્યો હતો.

આ પણ વાંચો: Tata share/એક લાખનું રોકાણ 10 કરોડનું થયું, ટાટાના આ શેરે આપ્યું જબરદસ્ત વળતર

આ પણ વાંચો:રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ/રિલાયન્સ રિટેલ્સની ત્રિમાસિક EBITDA રૂ. 5,000 કરોડને પાર,શેર દીઠ રૂ. 9નું ડિવિડન્ડ જાહેર કર્યું

આ પણ વાંચો: Exdividend/આ 15 કંપનીઓના શેર આજે એક્સ-ડિવિડન્ડમાં રૂપાંતરિત થશે, રોકાણકારો માટે બમ્પર કમાણીની તક

આ પણ વાંચો:Tata Group/ઈલેક્ટ્રિક બેટરીની દુનિયામાં હવે જોવા મળશે ટાટાનો પાવર, ભારતમાં નહીં પણ આ દેશમાં સ્થાપશે ગીગાફેક્ટરી