Iskon Bridge arrested/ તથ્યનું તથ્ય બહાર આવ્યુઃ ‘કાર ધીમી ચલાવવા કહ્યુ હતું છતાં તથ્ય માન્યો ન હતો’

અમદાવાદમાં ઇસ્કોનબ્રિજ પર થયેલા ગોઝારા કાર અકસ્માતમાં તથ્યનું તથ્ય બહાર આવ્યું છે. આ અકસ્માતમાં નવના મોત થયા છે અને હજી પણ અનેક લોકો ઇજાગ્રસ્ત છે. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્ય તથા દેશમાં પડ્યા છે.

Gujarat
Iskon Bridge accident arrested તથ્યનું તથ્ય બહાર આવ્યુઃ ‘કાર ધીમી ચલાવવા કહ્યુ હતું છતાં તથ્ય માન્યો ન હતો’

અમદાવાદઃ અમદાવાદમાં Iskon Bridge accident ઇસ્કોનબ્રિજ પર થયેલા ગોઝારા કાર અકસ્માતમાં તથ્યનું તથ્ય બહાર આવ્યું છે. આ અકસ્માતમાં નવના મોત થયા છે અને હજી પણ અનેક લોકો ઇજાગ્રસ્ત છે. આ ઘટનાના પડઘા સમગ્ર રાજ્ય તથા દેશમાં પડ્યા છે. તથ્ય પટેલનો ભાંડો તથ્યાના મિત્રોએ તેનો ભાંડો ફોડતા જણાવ્યું હતું કે તથ્યને કાર ધીમી ચલાવવાનું કહ્યુ હતુ,પરંતુ તથ્ય માન્યો ન હતો. તે સતત સ્પીડ વધારતો ગયો હતો અને પછી સ્પીડ પ્રતિ કલાક 100 કિ.મી.ના આંકડાને વટાવી ગઈ હતી. ઇસ્કોન બ્રિજ પર થયેલા કાર અકસ્માતમાં તથ્ય પટેલના મિત્રોએ પોલીસ સમક્ષ તથ્ય અંગે બધા વટાણા વેરી નાખ્યા હતા.

પોલીસે અટકાયતમાં લીધેલી લીધેલામાં Iskon Bridge accident એક યુવતીએ જણાવ્યું હતું કે અમે કાફેમાં વોફલ્સ ખાઈને નીકળ્યા હતા. તથ્યએ અકસ્માત કરતા તે તો પકડાયો હતો, પરંતુ કારમાં બેઠેલા બાકીના મિત્રો જીવ બચાવીને ભાગી ગયા હતા જેને પછી પોલીસે અટકાયતમાં લીધા હતા. પરંતું ગાડીમાં બેઠેલા તેના મિત્રો જીવ બચાવીને ત્યાંથી ભાગી ગયા હતા. ટોળાએ તથ્ય પટેલને ઢોર માર માર્યો હતો.

તથ્ય પટેલની સાથે તેની કારમાં મિત્રો આર્યન-ધ્વનિ પંજાલ, શાન સાગર, શ્રેયા વઘાસિયા અને માલવિકા પટેલ હતા. તેઓ વચ્ચે છેલ્લા એક વર્ષથી મિત્રતા છે. તેઓ અગાઉની જેમ જ વોફેલ્સ ખાવા ગયા હતા.

અકસ્માત બાદ કારમાં બેસેલા તમામ યુવક Iskon Bridge accident યુવતીઓની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવી છે. આ અકસ્માતમાં નવ કુટુંબના પરિવારના માળો વીંખાયો છે, તેમના પરિવારમાં પડેલી ખોટ હવે ક્યારેય પૂરાય તેમ નથી. પોલીસે તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલને સાથે રાખીને આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યુ હતું. તેમની આકરી પૂછપરછ પણ કરાઈ. બાદમાં કારમાં બેસેલા મિત્રોની પણ પૂછપરછ હાધ ધરાઈ હતી.

 

આ પણ વાંચોઃ કાર્યવાહી/ મની લોન્ડરિંગ કેસમાં IAS ઓફિસર રાનુ સાહુની ધરપકડ, EDએ કરી કાર્યવાહી

આ પણ વાંચોઃ Video/ મુશળધાર વરસાદ, 50 થી વધુ મુસાફરોને લઈ જતી બસ નદીમાં ફસાઈ ગઈ; જુઓ VIDEO

આ પણ વાંચોઃ Enchroachment In Delhi/ રેલવેએ દિલ્હીમાં બે મોટી મસ્જિદોને હટાવવાની નોટિસ, વક્ફ બોર્ડે કહ્યું- 1945નો કાનૂની કરાર છે, કોઈ અતિક્રમણ નથી

આ પણ વાંચોઃ Heavy Rain/ જાણો ગુજરાતમાં ક્યાં કેટલો પડ્યો વરસાદ

આ પણ વાંચોઃ Uttarakhand Cloud Burst/ ઉત્તરાખંડમાં અનેક સ્થળોએ વાદળ ફાટ્યા, મોટાપાયે પૂર આવ્યા