સુરેન્દ્રનગર/ પાટડીમાં લક્ષ્મીરૂપી દિકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું

પાટડી હળમતીયા હનુમાનથી શણગારેલી ગાડીમાં 200થી મહિલાઓ દ્વારા કંકુ પગલા સાથે સાક્ષાત લક્ષ્મીરૂપી દિકરીનું સ્વાગત કરાતા સૌના આંખોના ખુણા ભીના થયા

Gujarat
Untitled 52 પાટડીમાં લક્ષ્મીરૂપી દિકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરાયું

આજના હળાહળ કળયુગમાં પણ પાટડીમાં લક્ષ્મીરૂપી દિકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. પાટડી હળમતીયા હનુમાનથી શણગારેલી ગાડીમાં 200થી મહિલાઓ દ્વારા કંકુ પગલા સાથે સાક્ષાત લક્ષ્મીરૂપી દિકરીનું સ્વાગત કરાતા સૌના આંખોના ખુણા ભીના થયા હતા.

હાલના હળાહળ કળયુગમાં યુવા ધન સગર્ભા મહિલાની સોનાગ્રાફી કરાવી જો ગર્ભમાં દિકરી હોય તો એબોર્શન કરાવી મોટું પાપ કરવામાં ખચકાતા નથી. ત્યારે પાટડીના દેસાઇ પરીવારમાં દિકરાના ઘેર સાક્ષાત લક્ષ્મીરૂપી દિકરીનો જન્મ થતાં ધન તેરસના પવિત્ર દિવસે પાટડીમાં લક્ષ્મીરૂપી દિકરીનું ઢોલનગારા અને સામૈયા સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. પાટડી હળમતીયા હનુમાનથી શણગારેલી ગાડીમાં 200થી મહિલાઓ દ્વારા કંકુ પગલા સાથે સાક્ષાત લક્ષ્મીરૂપી દિકરીનું સ્વાગત કરાતા સૌના આંખોના ખુણા ભીના થયા હતા.

દિવાળી પહેલા ધનતેરસના શુભ દિવસે પાટડી નગર ખાતે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા વિજયભાઈ દેસાઈ તથા મીનાબેન દેસાઈના પુત્ર પુરવ અને પુત્રવધુ નેહલના ઘેર સાક્ષાત લક્ષ્મીરૂપી દિકરી “કાયરા”નો જન્મ થતાં વ્હાલસોયીપૌત્રીનું અમદાવાદથી પાટડીમાં આગમન થતાં ભવ્યાતિભવ્ય સ્વાગત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રસંગે પાટડી નગરપાલિકાના પ્રમુખ મોલૈશભાઇ પરીખ, કારોબારી ચેરમેન ચેતનભાઇ શેઠ, ગુજકોમાસોલના ડીરેકટર જેશીંગભાઈ ચાવડા, પાટડી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતીના ચેરમેન શૈલેષભાઈ પટેલ તથા આંગણવાડીના સીડીપીઓ તથા આંગણવાડીની બહેનોની સાથે 200થી વધુ મહિલાઓ દ્વારા આ વ્હાલસોયી દિકરી સાક્ષાત લક્ષ્મી સ્વરૂપાનું ભવ્ય સ્વાગત કરીને આશીર્વાદ આપ્યા હતા. અને અંતમાં ગરીબ બાળકોને આ પરીવાર દ્વારા અન્નભોજન પણ કરાવવામાં આવ્યું હતુ.

આ અંગે પાટડીના વિજયભાઇ દેસાઇ અને મીનાબેન દેસાઇએ આંખોમાં હર્ષના આંસુ સાથે જણાવ્યું કે, અમારા ઘરમાં 25 વર્ષ બાદ સાક્ષાત લક્ષ્મીરૂપી દિકરીનું અવતરણ થતાં ધનતેરસના દિવસે પાટડીથી 3 કિ.મી.દૂર આવેલા પ્રસિદ્ધ હળમતિયા હનુમાન મંદિરની શણગારેલી ગાડીમાં ઢોલ નગારા, અબીલ-ગુલાલની છોળો અને વિદ્વાન પંડીત સિધ્ધાર્થ શુકલ દ્વારા વૈદિક મંત્રોચ્ચારો સાથે સામૈયુ કરી કંકુ પગલા સાથે આશિર્વચન સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે પાટડી નગરની 200થી વધુ મહિલાઓએ પણ ઉત્સાહભેર સાક્ષાત લક્ષ્મીરૂપી દિકરીને મીઠો આવકાર આપ્યો હતો.