Health Tips/ વજન વધવા પાછળનું કારણ ભોજન નહિ પરંતુ તેની છે ગુણવત્તા

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતાના વધતા જતા વજનને લઈ થોડા ઘણા અંશે ચિંતિત હોય છે. તમે એવા ઘણા વ્યક્તિઓને મળ્યા હશે જેઓ વજન ઘટાડવા માટે કંઈપણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે.

Health & Fitness Lifestyle
વજન

વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ પોતાના વધતા જતા વજનને લઈ થોડા ઘણા અંશે ચિંતિત હોય છે. તમે એવા ઘણા વ્યક્તિઓને મળ્યા હશે જેઓ વજન ઘટાડવા માટે કંઈપણ કરવા માટે તૈયાર થઈ જતા હોય છે. ત્યારે આવા લોકો માટે વજન ઘટાડવાના અન્ય ઉપાયો કરતા ભોજનની ગુણવત્તામાં અપાતુ ધ્યાન વધુ અસરકારક સાબિત થઈ શકે છે.

fat Women Hormone food साठी इमेज परिणाम

અત્યાર સુધી એવુ માનવામાં આવે છે કે, વજન વધારા માટે ભોજનની વધારે પડતી માત્રા જવાબદાર છે. જો કે નવા સંશોધનમાં આ માન્યતા ભૂલ ભરેલી હોવાનું પ્રમાણિત થયું છે. કારણકે વજન વધારા પાછળ ભોજનની માત્રા નહીં પરંતુ ભોજનની ગુણવત્તા જવાબદાર હોય છે.

fat Women Hormone साठी इमेज परिणाम

ફિનલેન્ડ યુનિવર્સિટી ઓફ ટેમ્પેયર દ્વારા કરવામાં આવેલ સંશોધનના મુખ્ય લેખક અન્ના-લીનાના જણાવ્યા મુજબ આ સંશોધનના તારણો ખુબ જ આરામદાયક છે. કારણકે ખોરાક પર પ્રતિબંધ લગાવવા અથવા પોતાના પસંદગીનો ખોરાક લેવો બંધ કરવા કરતા વ્યક્તિ માટે ભોજનની ગુણવત્તા પર ધ્યાન આપવુ વધુ સરળ છે.

fat Women Hormone साठी इमेज परिणाम

આ સંશોધનના પરિણામો ગ્લોબલ હેલ્ધી વેઈટ રજીસ્ટ્રીના સર્વેક્ષણ પર આધારિત છે. આ સર્વેક્ષણમાં ભાગ લેનાર તમામ લોકોને એક શબ્દાવલીના માધ્યમથી ખોરાક, વ્યાયામ અને નિયમિત દિનચર્યા સંબંધિત સવાલો પુછવામાં આવ્યા હતા. સંશોધનમાં સામે આવ્યું છે કે, ઘરમાં બનાવવામાં આવેલ ઉચ્ચ ગુણવત્તાવાળા ખોરાક અને પોતાની મનમરજીનો ખોરાક ખાનાર લોકો વધારે ચુસ્ત અને તંદુરસ્ત હોય છે. જ્યારે તેની તુલનામાં ફાસ્ટફુડ કે બહારનું ભોજન ખાનાર લોકો વધારે બેડોડ હોય છે. આ સંશોધન અમેરિકાના ધ ઓબેસિટી સોસાયટી ઓફ લોસએન્જેલસ નામના જનરલમાં રજુ કરાયુ છે.

આ પણ વાંચો:સ્વાસ્થ્યની બાબતમાં વધુ ફળ ખાવા પડી શકે છે ભારે, જાણો તેનાથી થતા નુકસાન

આ પણ વાંચો:લગ્ન છે બરબાદી! ભારતની 81% મહિલાઓ રહેવા માંગે છે કુંવારી, આ છે લગ્ન વિશેની વિચારસરણી

આ પણ વાંચો:માણસો જ નહીં, પ્રાણીઓને પણ થાય છે શરદી, આ લક્ષણો દેખાય તો તરત જ કરાવો સારવાર