Not Set/ ડેંગ્યુ, મેલેરીયા અને ચીકન ગુનિયા જેવા રોગનાં શું છે લક્ષણો અને સારવાર, જાણો

અત્યારે ચોમાસા ની અલ્હાદક ઋતુ ચાલી રહી છે, આ ઋતુ આનંદ દાયક તો છે જ પરંતુ સાથે સાથે રોગકારક પણ છે, જુલાઈથી લઈને ઓક્ટોમ્બર સુધી આ વરસાદી વાતાવરણ જોવા મળે છે.

Health & Fitness Lifestyle
11 179 ડેંગ્યુ, મેલેરીયા અને ચીકન ગુનિયા જેવા રોગનાં શું છે લક્ષણો અને સારવાર, જાણો

@ડોક્ટર જાહનવી બેન ભટ્ટ
9428598098

અત્યારે ચોમાસા ની અલ્હાદક ઋતુ ચાલી રહી છે, આ ઋતુ આનંદ દાયક તો છે જ પરંતુ સાથે સાથે રોગકારક પણ છે, જુલાઈથી લઈને ઓક્ટોમ્બર સુધી આ વરસાદી વાતાવરણ જોવા મળે છે, અને આ વાતાવરણ મચ્છરોની ઉત્પત્તિ માટે જવાબદાર માનવામાં આવે છે.

11 186 ડેંગ્યુ, મેલેરીયા અને ચીકન ગુનિયા જેવા રોગનાં શું છે લક્ષણો અને સારવાર, જાણો

જેમ કોલેરા આવા વાતાવરણમાં દુષિત પાણીથી ફેલાય છે, તેવી જ રીતે વેક્ટર બોર્ન disease પણ મચ્છરોનાં માઘ્યમથી જ ફેલાય છે, આવા વાતાવરણમાં મેલેરિયા, ચીકન ગુનિયા અને ડેન્ગ્યુ જેવા વેક્ટર બોર્ન disease થવાની શક્યતા ખૂબ રહેલી છે, “વેક્ટર” નો અર્થ છે, “માધ્યમ”. આ રોગો મચ્છરનાં માધ્યમ થઈ મનુષ્યનાં શરીરમાં ફેલાતા હોઈ તેમને વેક્ટરબોર્ન disease તરીકે ઓળખવા માં આવે છે,

આજે આપણે મેલેરિયા રોગ વિશે માહિતી મેળવવા જઇ રહ્યા છે,

મેલેરીયા:- આ રોગ ને આયુર્વેદ માં વિષમજવર તરીકે ઓળખવામાં આવે છે.આયુર્વેદ માં તેને 5 પ્રકારનો બતાવવામાં આવેલ છે,
(1) સંતત :-જેમાં તાવ ચોવીશ કલાક સતત રહે છે.
(2)સતત:- જેમાં દિવસ અને રાત દરમિયાન 2 વાર તાવ ચડે છે.
(3)આંયેધ્રુશક:- જેમાં દર ત્રીજા દિવસે તાવ આવે છે.
(4)તૃતીયક: – જેમાં દર ત્રીજા દિવસે તાવ આવે છે.
(5)ચતુર્થક:-જેમાં દર ચોથા દિવસે તાવ આવે છે.

આ પણ વાંચો – Tips / મોંઢાંમાંથી આવતી દુર્ગંધને દૂર કરવા અપનાવો આ ટીપ્સ

મેલેરિયા

આધુનિક કે મોર્ડન સાયન્સ માં મેલેરિયા ના 4 પ્રકાર જોવા મળે છે:-
P. vivex
P. Falciferum
P. ovel
P. meleri

જેમાં p. vivex અને p. falci- ferum વધારે જોવા મળતો હોય છે, p.falciferum ને મગજ નો તાવ પણ કહે છે, જેમાં ખૂબ સાવધાની રાખવી પડે છે, ઘણીવાર દર્દી ને ખેંચ આવી શકે છે, તો ઘણીવાર દર્દી કોમા માં પણ જઈ શકે છે, આ વિષમજવર ની ખરાઈ માટે QBC નો ટેસ્ટ કરવામાં આવે છે.

મેલેરીયાનાં લક્ષણો:-

(1)ઠંડી લાગે
(2) ધ્રુજારી ચડે
(3) તાવ આવે
(4) તાવ ઉતરે ત્યારે ખૂબ પરસેવો વળે.
(5)તાવ આવતા પહેલા અજીર્ણ રહે
(6) ઝાડા ઉલટી
(7) બરોળ વધે અને લીવર વધે
(8) Nausea vomitting થાય.
(9) માથા નો દુ:ખાવો થાય.

સારવાર :-

મેલેરિયા

આ પણ વાંચો –  Beauty Tips / ઘરે બેઠા બ્લેક અને વ્હાઈટ હેડ્સ દૂર કરો, અપનાવો આ Tips

(૧)તુલસી અને મરી નો ઉકાળો ગરમ ગરમ પીવો, જેનાથી તાવ ઉતારી જય છે,શક્ય હોય તો તેમાં થોડો ગોળ નાખવો, ગેસ પર થી ઉતાર્યા પછી 2 થી 4 ટીપા લીંબુ ના રસ ના પણ નાખી શકાય છે,
(2) 1 ચમચી મીઠું ગરમ પાણી માં નાખી દિવસ માં ત્રણ વાર આપવું.
(3)લસણ ની 5 કળી ગાય ના ઘી માં સાંતળી તેની ઉપર સિંધવ નમક ભભરાવી દર્દી ને આપવું.
(4)ડિકામારી નું ચૂર્ણ સવાર સાંજ દર્દી નેં આપી શકાય છે.
(5)સુદર્શન ઘનવટી 2-2 ગોળી સવાર સાંજ આપવી
(6)લક્ષ્મી નારાયણ રસ 1-1 ગોળી સવાર સાંજ નિષ્ણાંત ની સલાહ લાઇ ને આપવી.
(7) ત્રિભુવનકીર્તિ રસ 1-1 હોળી સવાર સાંજ નિષ્ણાંત ની સલાહ મુજબ અસપવી.
(8) વિષમજવર ઘની વટી 2-2 સવાર સાંજ લેવી.

ચીકન ગુનિયા :-

આ રોગ આમ તો વાયરસથી થાય છે, એડિસ મચ્છરનાં કરડવાથી આ રોગ મનુષ્યમાં ફેલાય છે. એડીસ મચ્છર મોટા ભાગે દિવસ ના સમય માં અને તેમાં પણ બપોર ના સમય માં વધારે કરડે છે, વળી ઘર ની બહાર આ મચ્છર કરડવા ની શક્યતા વધારે હોય છે, ઘણીવાર ઘર માં બહુ ગંદકી હોય તો આ મચ્છર ઘર ની અંદર પણ કરડી શકે છે. આ રોગ માટે IgM ટેસ્ટ કરવા માં આવે છે. આજ સુધી આ રોગની કોઈ દવા કે vaccine ઉપલબ્ધ નથી, તેથી આ રોગ ના થાય તે માટે વધારે સાવધાની રાખવી જોઇઍ.

ચીકન ગુનિયા

ચિકન ગુનિયાનાં લક્ષણો:-

(૧) આ રોગ માં 102 થી 104 F સુધી તાવ ચઢી શકે છે.
(૨) હાડકા અને સાંધા માં ખૂબ દુખાવો થાય છે.
(3)ઘૂંટણ માં ઘણીવાર ખૂબ દુઃખાવો થાય છે.
(૪)સ્નાયુઓ માં ખૂબ પીડા થાય છે.
(૫)હાથ પગ ની મૂવમેન્ટ કરવા માં ખૂબ તકલીફ પડે છે.
(૬)શરીર મા અશક્તિ નો અનુભવ થાય છે.

સારવાર:-

ચીકન ગુનિયા

આ પણ વાંચો – Beauty Tips / હઠીલા ખીલ અને નિસ્તેજ ત્વચા જેવી ઘણી સમસ્યાઓમાં રામબાણ છે ડુંગળીનો રસ

(૧) સુદર્શન ઘનવટી 2-2 ગોળી સવાર સાંજ લેવાથી તાવ માં રાહત થાય છે.
(૨)ગળો ઘનવટી 2-2 ગોળી સવાર સાંજ લેવી.
(3) સાંધા ના દુઃખાવા માટે મહાયોગરાજ ગુગળ , વાતવિધવાન્સ રસ 1-1 ગોળી સવાર સાંજ નિષ્ણાંત ની સલાહ મુજબ લેવી.
(4)એકાંગવીર રસ 1-1 ગોળી સવાર સાંજ લઈ શકાય છે.
(5)રાસનાદી કવાથ નો ઉકાળો સવાર સાંજ લેવા માં આવે તો દુખાવા માં થી ખૂબ ઝડપથી આરામ મળે છે.

ડેંગ્યુ :-

આ તાવ એડિસ મચ્છર ના કરડવાથી થાય છે, આ ના મચ્છર દિવસે કરડે છે અને મોટા ભાગે સવારે કરડે છે.ડેન્ગ્યુ ના મચ્છર ના શરીર પર ચિત્તા જેવી પ્રિન્ટ હોય છે.

11 184 ડેંગ્યુ, મેલેરીયા અને ચીકન ગુનિયા જેવા રોગનાં શું છે લક્ષણો અને સારવાર, જાણો

ડેન્ગ્યુ ના 2 પ્રકાર જોવા મળે છે:-
લક્ષણો:-
(૧) આ રોગ માં તાવ ચઢે છે.
(૨)ચામડી પર rashes જોવા મળે છે.
(3)Bodyache થાય છે.
(૪)હેમરેજીક ડેન્ગ્યુ માં પ્લેટલેટ count ઘટવા લાગે છે.
(૫)મલ્ટીપલ ઓર્ગન ફેઈલ થવાની શક્યતા રહે છે.

સારવાર:-

11 185 ડેંગ્યુ, મેલેરીયા અને ચીકન ગુનિયા જેવા રોગનાં શું છે લક્ષણો અને સારવાર, જાણો

આ પણ વાંચો – Woman / વર્કિંગ વુમન માટે સંતાનોનો ઉછેર પ્રથમ પ્રાથમિકતા

(૧) ગળો ઘનવટી 2-2 ગોળી સવાર સાંજ ગરમ પાણી સાથે લેવી.
(2)પપૈયા ના પાન નો રસ સવાર સાંજ 10 ml ની માત્રા માં લેવો, જેથી પ્લેટલેટ count માં ફાયદો થાય છે.
(3)મેથી ના પાન નાખેલ હર્બલ ટી સવાર સાંજ લેવી.
(4)કાળી દ્રાક્ષ નો જયુસ આ રોગ માં ફાયદાકારક છે.
(5)દાડમ નો જયુસ પણ ખૂબ ફાયદાકારક છે.
(6) નાળિયેર નું પાણી સવાર સાંજ લેવાથી પણ ઘણો જ ફાયદો થાય છે.

આમ વરસાદી સીઝન ના આ રોગો પર ઉપરની આયુર્વેદ સારવાર અકસીર પરિણામો આપે છે, તેમાં શંકા ને સ્થાન નથી.